સુરતના આ ચા વાળાની સ્ટાઇલ આગળ તો ડોલી ચાયવાળાના ચણા પણ ના આવે, કરોડો લોકોએ જોયો તેમનો વીડિયો, તમે પણ જુઓ
Pappu Chaiwala Internet Sensation : આપણા દેશમાં ચા એક પીણું જ નહિ પરંતુ એક ઈમોશન છે, ચાના રસિયાઓ સવારે ઉઠતાથી લઈને રાત્રે સુવા સુધી દિવસમાં કેટલાય કપ ચા પીતા હોય છે. ત્યારે ચા વાળાના સ્વેગ પણ ઓછા નથી હોતા, તમે ડોલી ચાયવાળાને જ જોઈ લો. તેનો ચા વેચવાનો અનોખો અંદાજ દુનિયાભરમાં વાયરલ થઇ રહ્યો છે અને દુનિયાના સૌથી ધનવાન વ્યક્તિ બોલ ગેટ્સ પણ તેની ટપરી પર ચા પીવા પહોંચ્યા હતા. ત્યારે ડોલીના અંદાજને પણ ટક્કર મારે તેવા સુરતના એક કાકા પણ ફેમસ થયા છે.
રકીબ આલમ ઉર્ફે પપ્પુ ચાયવાલા સુરતમાં તેની ટપરી ચલાવે છે. દૂધના પેકેટને ઉછાળવાની તેમની રીત એટલી અનોખી છે કે કોઈપણ પ્રભાવિત થઈ જાય છે. ક્યારેક તે દૂધનું પેકેટ તો ક્યારેક ચાની ગળણી હવામાં ફેંકતો જોવા મળે છે. સુરતમાં તેમની ટપરીમાં મોટી સંખ્યામાં લોકો ચા પીવા આવે છે. તેમનો વીડિયો ઈન્સ્ટાગ્રામ હેન્ડલ @foodie_.life પર શેર કરવામાં આવ્યો છે.
વીડિયોમાં પપ્પુ લાલ ટીશર્ટમાં ચા બનાવતા જોવા મળી રહ્યાછે. તે ચામાં વિવિધ પ્રકારની વસ્તુઓ જેમ કે લેમન ગ્રાસ અને ફુદીનો ઉમેરતો પણ જોવા મળે છે. તેઓ ચાને દૂરથી જ બીજા વાસણમાં નાંખે છે. પપ્પુ ચાયવાલાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોને અત્યાર સુધીમાં 12 લાખથી વધુ લાઈક્સ મળી ચૂક્યા છે. વીડિયોને 44 મિલિયનથી વધુ વ્યૂઝ મળ્યા છે. આના પરથી તમે અંદાજ લગાવી શકો છો કે આ વીડિયોને કેટલો પસંદ કરવામાં આવી રહ્યો છે.
આ વીડિયો પર ઘણા યુઝર્સે કોમેન્ટ પણ કરી છે. એક યુઝરે લખ્યું છે “અભ્યાસ ખરેખર એક કૌભાંડ છે. બીજાએ લખ્યું છે – પહેલું પેકેટ ભગવાન માટે હતું. ત્રીજા વ્યક્તિએ લખ્યું- લાગે છે કે આ બિલ ગેટ્સને પણ મળશે. ચોથા વ્યક્તિએ લખ્યું છે – તે નાસ્તામાં 100 ડોલી કરે છે.આ ઉપરાંત પણ ઘણા લોકો આ વીડિયોને જોઈને કોમેન્ટ કરી રહ્યા છે.
View this post on Instagram