‘મને જોઇ નહિ શકો…’ વિરાટ કોહલી આવી રીતે લેશે ક્રિકેટથી સંન્યાસ, જણાવ્યો રિટાયરમેન્ટ પ્લાન- જુઓ વીડિયો

ભારતીય ક્રિકેટ ટીમના મહાન ખેલાડી વિરાટ કોહલીએ ક્રિકેટમાંથી રિટાયરમેન્ટ લેવાની યોજનાને લઈને મોટો ખુલાસો કર્યો છે. કોહલીએ કહ્યું- ક્રિકેટમાંથી સંન્યાસ લેતા પહેલા તે પહેલા લાંબો બ્રેક લેશે. કોહલી હાલમાં ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) નો ભાગ છે. જૂનમાં શરૂ થઈ રહેલ T20 વર્લ્ડ કપમાં ભારતીય ટીમ મોટાભાગે કોહલીના પ્રદર્શન પર નિર્ભર રહેશે. હવે કોહલીએ તેની નિવૃત્તિ યોજના વિશે જણાવીને ચાહકોમાં હલચલ મચાવી દીધી છે,

આ દરમિયાન વિરાટ કોહલીના ખાસ મિત્ર સુનીલ છેત્રીએ પણ આજે એટલે કે 16 મેએ નિવૃત્તિની જાહેરાત કરી. કોહલી અને છેત્રી વચ્ચે જબરદસ્ત બોન્ડિંગ છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) 18 મેના રોજ ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) સામે તેની IPLમાં મહત્વપૂર્ણ મેચ રમવાની છે. જેને RCBએ પ્લેઓફના દૃષ્ટિકોણથી કોઈપણ ભોગે જીતવું પડશે. આ મેચ પહેલા બેંગલુરુમાં આયોજિત RCBના રોયલ ગાલા ડિનરમાં ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન કોહલીને તેની નિવૃત્તિ યોજના વિશે પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો.

35 વર્ષીય કોહલીએ કહ્યું, ‘આ ઘણુ સિંપલ છે, મને લાગે છે કે એક ખેલાડી હોવાને કારણે અમારી કારકિર્દીની એક એન્ડ ડેટ હોય છે, હું એ વિચારીને પોતાનું કરિયર સમાપ્ત કરવા નથી માંગતો કે ઓહ હવે આગળ એ ખાસ દિવસે શું થશે ?. કોહલીએ વધુમાં કહ્યું કે હું હંમેશા સતત ગતિએ ચાલી શકીશ નહીં. તેથી, હું કોઈપણ અધૂરું કાર્ય પાછળ છોડીશ નહીં, અને હું કોઈ અફસોસ કરવા માંગતો નથી. આ દરમિયાન કોહલીએ એવો પણ સંકેત આપ્યો હતો કે તે ક્રિકેટમાંથી સંન્યાસ લેતા પહેલા તે લાંબો બ્રેક લેશે.

આ પહેલા કોહલી ઘણીવાર પોતાની નિવૃત્તિની યોજના અંગે મૌન રહેતો હતો. કોહલીએ કહ્યું- એકવાર મારું કામ (ક્રિકેટ સફર) પૂર્ણ થઈ જશે, હું નીકળી જઈશ, તમે થોડા સમય માટે મને જોઈ શકશો નહીં. તેથી જ્યાં સુધી હું રમી રહ્યો છું, હું મારું સર્વસ્વ આપવા માંગુ છું, આ જ વસ્તુ છે જે મને આગળ વધારે છે.

Shah Jina