ઈન્ડિયન પ્રીમિયર લીગ 2024 તેના અંતિમ તબક્કામાં છે અને સૌથી વધુ ચર્ચા ચેન્નાઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની મેચની થઇ રહી છે. આ ચેન્નાઈ-બેંગ્લોર મેચને એમએસ ધોની વિરુદ્ધ વિરાટ કોહલી તરીકે પણ જોવામાં આવી રહી છે. આ શાનદાર મેચ પહેલા એમએસ ધોનીએ આરસીબીના ડ્રેસિંગ રૂમમાં પહોંચીને બધાને ચોંકાવી દીધા હતા. શનિવારે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે રમાનારી મેચમાં RCBએ ભારતીય દિગ્ગજનું પોતાની ખાસ શૈલીમાં સ્વાગત કર્યું.
આ મેચ જ નક્કી કરશે કે પ્લેઓફની ચોથી ટીમ કોણ હશે. એટલા માટે ક્રિકેટ ચાહકોની નજર વિરાટ કોહલી અને એમએસ ધોનીની ટીમ વચ્ચેની ટક્કર પર ટકેલી છે. આ મેચ બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાશે આ મેચ માટે ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમે ગુરુવારે નેટ પ્રેક્ટિસ કરી હતી. આ પ્રેક્ટિસ દરમિયાન જ એમએસ ધોની રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના ડ્રેસિંગ રૂમમાં પહોંચ્યો હતો. RCB ટીમે ધોનીનું ચા સાથે સ્વાગત કર્યું.
વીડિયોમાં જોઈ શકાય છે કે ધોની કપમાં ચા લઈ રહ્યો છે. ચા પીધા પછી, તે પાછો ગયો, ચાહકો એમએસ ધોનીના આ વીડિયો પર ઘણો પ્રેમ વરસાવી રહ્યા છે. આરસીબીના પ્રશંસકો એમ પણ લખી રહ્યા છે કે તેઓ તેમની મનપસંદ ટીમના પ્રશંસક હોવા છતાં એમએસ ધોની માટે સમાન પ્રેમ ધરાવે છે.
View this post on Instagram