KKRની આ મિસ્ટ્રી ગર્લ એ મેચમાં લખ્યું એવું પોસ્ટર કે જોઈને ગૌતમ ગંભીરને પણ આપવો પડ્યો રીપ્લાય, સ્પેશિયલ પોસ્ટ કરી.. જુઓ એવું તે શું લખ્યું હતું..
KKR Mystery Girl Request Gautam Gambhir : હાલ દેશભરમાં આઇપીએલનો માહોલ ચાલી રહ્યો છે અને હવે થોડા જ દિવસમાં IPL 2024ની વેજતા ટીમ પણ જાહેર થઇ જવાની છે, પ્લેઓફમાં 3 ટીમોએ તો પોતાની જગ્યા બનાવી લીધી છે હવે ચોથા સ્થાન માટે આજે ચેન્નાઇ અને બેંગલુરુ વચ્ચે રસાકસીનો જંગ પણ જમવાનો છે. કોલકાત્તા, રાજસ્થાન અને હૈદરાબાદ પ્લે ઑફમાં પહેલાથી જ જગ્યા બનાવી ચુક્યા છે.
ત્યારે ‘ઇન્ડિયન પ્રીમિયર લીગ’ (IPL 2024)ની ઘણી બધી ક્ષણો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે. અને હા, મોટાભાગની ક્ષણો માટે જનતા કેમેરામેનના ખૂબ વખાણ કરે છે. આ વખતે જ્યારે એક યુવતીની તસવીર વાયરલ થઈ, ત્યારે KKR (કોલકાતા નાઈટ રાઈડર્સ)ના મેન્ટર ગૌતમ ગંભીરે ઈન્સ્ટાગ્રામ પર તેની હસતી તસવીર પોસ્ટ કરવી પડી.
ગંભીરના મેન્ટર બન્યા બાદ કેકેઆરએ અદ્દભૂત પ્રદર્શન કર્યું છે. તેઓ હાલમાં IPL 2024 ની ટોપર ટીમ છે. ગૌતમ ગંભીરની એક ઈન્સ્ટાગ્રામ પોસ્ટ ઈન્ટરનેટ પર વાયરલ થઈ છે. તે 15 મે, બુધવારના રોજ થયું જ્યારે ગંભીરે ઇન્સ્ટા પર બે તસવીરોનો કોલાજ પોસ્ટ કર્યો. એક તરફ મિસ્ટ્રી ગર્લ છે તો બીજી તરફ ગંભીરનો હસતો ફોટો છે.
ગૌતમે કેપ્શનમાં લખ્યું- હવે તમે આ કરી શકો છો.” યુવતીએ પોતાના પોસ્ટરમાં લખ્યું હતું કે “હું મારા ક્રશને ત્યાં સુધી પ્રપોઝ નહિ કરું જ્યાં સુધી ગંભીર સ્માઈલ નહિ આપે.” આ પછી આ મામલો ઈન્ટરનેટ પર વાયરલ થઈ ગયો અને લોકોએ પોતાની દિલધડક વાતો લખવાનું શરૂ કર્યું. આ ઉપરાંત પણ ઘણા બધા લોકો કોમેન્ટ કરી રહ્યા છે, અત્યાર સુધીમાં આ પોસ્ટને 3 લાખથી પણ વધુ લાઈક મળી ચુકી છે.
View this post on Instagram