ભારતીય ફુટબોલ ટીમના કેપ્ટન સુનીલ છેત્રીનું સંન્યાસનું એલાન, આ દિવલે રમશે છેલ્લી ફુટબોલ મેચ- વીડિયો શેર કરી થયા ઇમોશનલ
ભારતીય ફૂટબોલ ટીમના સ્ટાર ખેલાડી અને કેપ્ટન સુનીલ છેત્રીએ આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. સુનીલ છેત્રીએ ગુરુવારે એટલે કે 16 મે કુવૈત સામે ફિફા વર્લ્ડ કપ 2026ના ક્વોલિફાયર બાદ આંતરરાષ્ટ્રીય ફૂટબોલને કાયમ માટે અલવિદા કહી દીધું. 39 વર્ષના છેત્રીએ 2005માં પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી.
છેત્રીએ ભારત માટે તેની 150મી મેચ માર્ચમાં અફઘાનિસ્તાન સામે ગુવાહાટીમાં રમી હતી. તેણે તે મેચમાં એક ગોલ પણ કર્યો હતો, જો કે ભારત તે મેચ 1-2થી હારી ગયું હતું. સ્ટ્રાઈકર સુનીલ છેત્રીએ ભારતને ઘણી મહત્વપૂર્ણ મેચોમાં જીત અપાવી છે. છેત્રીએ ભારત માટે અત્યાર સુધીમાં 150 મેચ રમી છે અને તેની 20 વર્ષની કારકિર્દી દરમિયાન 94 ગોલ (26 માર્ચ સુધી) કર્યા છે.
સુનિલે લગભગ 9 મિનિટ 51 સેકન્ડના વીડિયોમાં નિવૃત્તિ લેવાના નિર્ણય વિશે જણાવ્યું હતું. સુનિલે એક્સ પર શેર કરેલા આ વીડિયોમાં લખ્યું છે કે હું તમને કંઈક કહેવા માંગુ છું. છેત્રી તેના નિવૃત્તિના વીડિયોમાં ભાવુક દેખાતા હતા, જે દરમિયાન તેમને તેમની ડેબ્યૂ મેચ યાદ આવી.
આ સમય દરમિયાન તેમણે સુખી સરને યાદ કર્યા, જેઓ તેમના પ્રથમ રાષ્ટ્રીય ટીમના કોચ હતા. છેત્રીએ એ પણ સંકેત આપ્યો કે હવે ભારતીય ટીમની ‘નંબર નવ’ જર્સી આગામી પેઢીને સોંપવાની તક આવી છે. સુનીલ છેત્રી આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાં સૌથી વધુ ગોલ કરવાના મામલે ચોથા સ્થાને છે.
I’d like to say something… pic.twitter.com/xwXbDi95WV
— Sunil Chhetri (@chetrisunil11) May 16, 2024
ભારતીય ફુટબોલ ટીમના કેપ્ટન સુનીલ છેત્રીનું સંન્યાસનું એલાન
View this post on Instagram