રાખી સાવંત હોસ્પિટલમાં એડમિટ : પેટમાં ટ્યુમર, કિડની ખરાબ અને હાર્ટ પ્રોબ્લમ…

રાખી સાવંતની તબિયત ખરાબ હોવાને કારણે તેને મુંબઈની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. તેના પૂર્વ પતિ રિતેશ સિંહના જણાવ્યા અનુસાર તેની હાલત ખૂબ જ ગંભીર છે. દૈનિક ભાસ્કરને આપેલા ઈન્ટરવ્યુમાં રિતેશે જણાવ્યું કે રાખી એક સાથે અનેક ગંભીર બીમારીઓનો સામનો કરી રહી છે.

રિતેશે કહ્યુ- સામાન્ય રીતે રાખીની વાતને ગંભીરતાથી લેવામાં આવતી નથી, પણ આ વખતે રાખીની કિડની અને હાર્ટમાં સમસ્યા છે. ડોક્ટરના કહેવા પ્રમાણે, રાખીના પેટમાં સોજો છે. કિડનીને પણ નુકસાન થયું છે અને તેને હૃદયની સમસ્યા પણ છે. ડોક્ટરોએ ટેસ્ટ કર્યા છે, પણ રિપોર્ટ આવવાના હજુ બાકી છે. સોનોગ્રાફીનો રિપોર્ટ આવી ગયો છે, જેમાં ગાંઠ ખૂબ વધી ગઈ હોવાનું જણાય છે.

હવે આ ગાંઠ કેન્સરની છે કે નહીં તેની તપાસ ડોક્ટરો કરી રહ્યા છે. એકંદરે સ્થિતિ યોગ્ય નથી.’ રિતેશનું માનીએ તો રાખી છેલ્લા એક વર્ષથી ઘણી માનસિક અને શારીરિક પીડામાંથી પસાર થઈ રહી છે. રાખી હસીને પોતાના વિચારો વ્યક્ત કરે છે, તેથી જ લોકો તેને ગંભીરતાથી લેતા નથી. તેને ઘણી વખત માર મારવામાં આવ્યો છે. તેણે આ વિશે લોકોને કહ્યું, પરંતુ કોઈએ તેના પર વિશ્વાસ કર્યો નહીં. હું જાણું છું કે તે સાચી છે, તેની તબિયત પર અસર થઈ છે.

હવે તેનો જીવ જોખમમાં છે. લોકોએ સમજવું જોઈએ કે તેનો સ્વભાવ ગમે તેવો હોય, પરંતુ તે પણ એક માણસ છે. અત્યારે અમે ફક્ત તેના સ્વસ્થ થવાની રાહ જોઈ રહ્યા છીએ. હાલમાં જ થોડા દિવસો પહેલા હોસ્પિટલમાંથી રાખી સાવંતની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી, જેના પર યુઝર્સે મિશ્ર પ્રતિક્રિયા આપી હતી. કેટલાક યુઝર્સ તેની સુરક્ષા માટે પ્રાર્થના કરી રહ્યા હતા તો કેટલાક રાખીના હોસ્પિટલ જવાના મામલાને ડ્રામા ગણાવી રહ્યા હતા.

Shah Jina