પોતાના પ્રેમીના લગ્નમાં લાલ જોડામાં પહોંચી પ્રેમિકા, કન્યા સાથે જ થઇ ગઈ માથાકૂટ અને બને છુટ્ટાહાથે કરવા લાગ્યા મારામારી, જુઓ વીડિયો

ચાલુ લગ્નમાં જ થઇ ગઈ વરરાજાની ગર્લફ્રેન્ડની એન્ટ્રી, પછી થઇ ગઈ એવી માથાકૂટ કે કન્યા અને પ્રેમિકા બરાબર ઝઘડ્યા, જુઓ વીડિયો

Fight between bride and girlfriend : આજે જમાનો સોશિયલ મીડિયાનો છે અને સોશિયલ મીડિયા પર રોજ અલગ અલગ વિષયને લઈને વીડિયો વાયરલ થતા હોય છે, જેમાંથી ઘણા વીડિયો એવા પણ હોય છે જેને વારંવાર જોવાનું મન થાય તો ઘણા વીડિયો હેરાન પણ કરી દેનારા હોય છે. ખાસ કરીને લગ્નની સીઝનમાં લગ્નને લઈને પણ ઘણા બધા વીડિયો વાયરલ થતા હોય છે. હાલ એવા જ એક લગ્નનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં બનેલી ઘટનાએ લોકોના હોશ ઉડાવી દીધા છે.

તમે સાચા પ્રેમની ઘણી વાતો સાંભળી હશે, પરંતુ આજના વીડિયોમાં પ્રેમનું સ્તર અલગ છે. તમે ફિલ્મોમાં આવા દ્રશ્ય જોયા જ હશે. વાયરલ વીડિયોમાં, વરરાજાની ગર્લફ્રેન્ડ તેના લગ્ન સ્થળે પહોંચે છે અને જે અરાજકતા સર્જાય છે તે જોઈને તમે ચોંકી જશો. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક જગ્યાએ લગ્નનું દ્રશ્ય દેખાઈ રહ્યું છે. ત્યાં સ્ટેજ શણગારવામાં આવે છે. મહેમાનો પણ નજીકમાં જોવા મળે છે.

બધુ બરાબર ચાલી રહ્યું છે ત્યારે જ અચાનક વરરાજાની ગર્લફ્રેન્ડ લાલ કપડાં પહેરીને સ્ટેજ પર આવે છે અને દુલ્હન સાથે મારપીટ કરવા લાગે છે. વરરાજાની ગર્લફ્રેન્ડને જોઈને દુલ્હન આશ્ચર્યચકિત થઈ જાય છે અને તે તેને ત્યાંથી જવાનું કહે છે. જ્યારે તેણી સહમત નથી થતી, ત્યારે બંને વચ્ચે દલીલ શરૂ થાય છે. નવાઈની વાત એ છે કે દલીલબાજી બાદ બંને વચ્ચે ઝપાઝપી થઈ જાય છે. આ દરમિયાન વરરાજા કંઈ બોલતો નથી. બંનેને બિલાડીની જેમ લડતા જોઈને વરરાજા ધીમે ધીમે સરકી જાય છે.

 

View this post on Instagram

 

A post shared by Anita sharma (@anita_suresh_sharma)

તમે વીડિયોના બેકગ્રાઉન્ડમાં ડ્રમનો અવાજ પણ સાંભળી શકો છો. જો કે આ દરમિયાન કેટલાક લોકો બંનેને રોકવાની કોશિશ કરે છે પરંતુ બંને રાજી થતા નથી. અંતે શું થયું તે જાણી શકાયું નથી. વાયરલ થતા આ વીડિયો લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે. લોકો આના પર ઘણી પ્રતિક્રિયા આપી રહ્યા છે. વીડિયોને અનિતા_સુરેશ_શર્મા નામના ઈન્સ્ટા એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે. જો કે ગુજ્જુરોક્સ આ વીડિયોની પુષ્ટિ કરતું નથી કે આ વીડિયો વાસ્તવિક છે કે પ્રેન્કનો એક ભાગ છે.

Niraj Patel
error: Unable To Copy Protected Content!