પ્લેનમાંથી ઉતરી રહ્યો હતો વ્યક્તિ, ત્યારે જ ગ્રાઉન્ડ સ્ટાફે હટાવી દીધી સીડી- લાપરવાહીનો વીડિયો થયો વાયરલ

શું તમારી સાથે શાળા, કોલેજ કે ઓફિસમાં ક્યારેય એવું બન્યું છે કે તમે ખુરશી પર બેસવા જતા હોવ અને પાછળથી તમારો મિત્ર ખુરશી દૂર કરી દે અને તમે જમીન પર પડી જાવ. મોટા ભાગના લોકો સાથે આવું બન્યું હશે અથવા તો તેઓએ કોઈની સાથે આવું કર્યું હશે. પણ જકાર્તા એરપોર્ટ પર એક વ્યક્તિ સાથે જે બન્યું તે એકદમ નેક્સ્ટ લેવલ હતું.

તે પ્લેનમાંથી બહાર નીકળવાનો હતો ત્યારે કોઈએ બહાર નીકળવાની સીડી હટાવી દીધી અને તે વ્યક્તિ જમીન પર પડી ગયો. આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. રીપોર્ટ અનુસાર, આ ઘટના ઇન્ડોનેશિયાના જકાર્તા એરપોર્ટ પર બની હતી. અહીં એક ગ્રાઉન્ડ સ્ટાફ મેમ્બર એરબસ A320 એરક્રાફ્ટમાંથી પડી ગયો.

થયું એવું કે બે કર્મચારીઓએ ઇન્ડોનેશિયન ટ્રાન્સનુસા એરક્રાફ્ટમાંથી બહાર નીકળવાની સીડી હટાવી દીધી. જેના કારણે જેવો તે વ્યક્તિ બહાર આવ્યો કે સીધો જમીન પર પડી ગયો. ઘટનાનો વીડિયો ત્યાં હાજર કોઈએ બનાવ્યો અને પછી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો. આ વીડિયોને અત્યાર સુધીમાં હજારો લોકો જોઈ ચૂક્યા છે અને સેંકડો લોકોએ કમેન્ટ કરી છે.

Shah Jina