પહેલીવાર દીપિકા-રણવીરના બાળકનો અલ્ટ્રાસાઉન્ડ થયો વાયરલ, કપલે MOM DAD કેપ પહેરી ફ્લોન્ટ કર્યો સોનોગ્રાફી રીપોર્ટ

રણવીરના ખોળામાં બેઠેલી પ્રેગ્નેંટ દીપિકાએ ફ્લોન્ટ કરી પહેલા બાળકની સોનોગ્રાફી તસવીર ! ઇન્ટરનેટ પર લોકો ગાંડા થયા જોવા, જુઓ કોમેન્ટ બોક્સમાં

દીપિકા પાદુકોણ હાલમાં તેના જીવનના સુંદર તબક્કા એટલે કે પ્રેગ્નેંસી પીરિયડનો આનંદ માણી રહી છે. દીપિકા અને રણવીર સપ્ટેમ્બર મહિનામાં પહેલા બાળકનું આ દુનિયામાં સ્વાગત કરશે. જેમ જેમ દીપિકાના ગર્ભાવસ્થાના મહિનાઓ આગળ વધી રહ્યા છે, અભિનેત્રી ગ્લેમરની દુનિયાથી પોતાને દૂર કરી રહી છે. જો દીપિકા ક્યાંય સ્પોટ પણ થાય તો પોતાને કેમેરાથી બચાવતી જોવા મળે છે.

ત્યારે આ વચ્ચે એક તસવીર વાયરલ થઈ રહી છે જે હાલમાં ચર્ચામાં છે. વાયરલ થઈ રહેલી આ તસવીરમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે તેમાં દીપિકા-રણવીરના બાળકનો સોનોગ્રાફી રિપોર્ટ છે. તસવીરમાં એક મહિલા તેના હાથમાં અલ્ટ્રાસાઉન્ડનો ફોટો ફ્લોન્ટ કરી રહી છે અને એક છોકરાને ગળે લગાવી રહી છે. જો કે બંનેના ચહેરા દેખાતા નથી. બંનેએ મોમ ડેડ લખેલી કેપ પહેરી છે.

તસવીરમાં દેખાતી હસીનાના ડિમ્પલ અને ચહેરો દીપિકા જેવો દેખાય છે અને જે છોકરાની પીઠ કેમેરા તરફ છે તે રણવીર જેવો લાગી રહ્યો છે. આવી સ્થિતિમાં, અટકળો લગાવવામાં આવી રહી છે કે તે દીપિકા-રણવીર છે. જણાવી દઈએ કે વાસ્તવમાં આ તસવીર Halime Kucuk ની છે જેણે થોડા દિવસ પહેલા આ ફોટો શેર કરીને પોતાની પ્રેગ્નેંસીની જાહેરાત કરી હતી.

તેની સ્માઇલ દીપિકા સાથે મેળ ખાતી હોવાનો ફાયદો ઉઠાવીને લોકોએ અભિનેત્રીના રિપોર્ટ વિશે વાત કરીને તેને વાયરલ કરી દીધી. વર્કફ્રન્ટની વાત કરીએ તો, દીપિકા આ ​​દિવસોમાં ‘સિંઘમ અગેન’નું શૂટિંગ કરી રહી છે. આ ફિલ્મમાં રણવીર સિંહ પણ છે. આ સિવાય દીપિકા પ્રભાસ સાથે ‘કલ્કી 2898 એડી’માં પણ જોવા મળશે જે 27 જૂને સિનેમાઘરોમાં રિલીઝ થશે.

Shah Jina