શર્મિલા ટાગોર કે નરગિસ દત્ત નહિ પણ આ હિરોઇને 1950માં પહેલીવાર ફિલ્મમાં બિકિની પહેરી મચાવી દીધી હતી સનસની

ઝીનત અમાન, પરવીન બાબી કે રેખા નહિ પણ 1950માં આ એક્ટ્રેસે પડદા પર પહેરી હતી સૌથી પહેલા બિકિની

આજે બોલિવૂડની ફિલ્મોમાં સ્વિમસૂટ, બિકીની કે ટુ પીસ પહેરવું એ ખૂબ જ સામાન્ય વાત થઇ ગઇ છે. પણ એક સમય એવો હતો જ્યારે કોઈપણ અભિનેત્રી બિકીની પહેરતી અને તે સમયે સનસની મચી જતી. જ્યારે શર્મિલા ટાગોરે એન ઈવનિંગ ઇન પેરિસ (1967) અને આમને સામને (1967) જેવી ફિલ્મોમાં બિકીની પહેરી હતી, ત્યારે તે મોટા સમાચાર બની ગયા હતા.

આપણે એવું માનીએ છીએ કે સૌ પહેલા શર્મિલા ટાગોરે ફિલ્મોમાં બિકીની પહેરી હતી, એટલે કે તે આવું કરનાર પ્રથમ અભિનેત્રી હતી, પણ એવું નથી, શર્મિલા ટાગોર પહેલા પણ એક એવી અભિનેત્રી હતી જે બિકીની પહેરી ચૂકી છે. અત્યાર સુધી એવું માનવામાં આવતું હતું કે ઝીનત અમાન, પરવીન બાબી અને ડિમ્પલ કાપડિયા જેવી અભિનેત્રીઓએ ફિલ્મોમાં બિકીની પહેરીને હલચલ મચાવી છે, પરંતુ આ સાચું નથી.

બોલિવૂડ ફિલ્મોમાં સૌ પહેલા બિકીની પહેરનાર અને સિને ઈન્ડસ્ટ્રીમાં સ્વિમસૂટ પહેરી હલચલ મચાવનાર એક્ટ્રેસ છે નલિની જયવંત. નલિની જયવંતે પહેલીવાર 1950માં આવેલી ફિલ્મ ‘સંગ્રામ’માં સ્ક્રીન પર બિકીની પહેરવાની હિંમત બતાવી હતી. બેશક, આજના સમયમાં બિકીની પહેરવી કોઇ ટેબૂ નથી રહ્યો.

પણ શું તમે જાણો છો 1938માં ભારતીય સિનેમામાં ‘બ્રહ્મચારી’ નામની મરાઠી ફિલ્મ રિલીઝ થઈ હતી. આ ફિલ્મે તમામ સીમાઓ તોડી નાખી હતી. અભિનેત્રીએ આ ફિલ્મમાં પહેલીવાર સ્વિમસૂટ પહેર્યો હતો. આ અભિનેત્રી બીજું કોઈ નહીં પણ મીનાક્ષી શિરોડકર છે. તેણે ‘યમુના જલી ખેલુ ખેલ’ ગીતમાં બિકીની પહેરી હતી.

ફિલ્મફેરના એક અહેવાલ અનુસાર, દર્શકો આ દ્રશ્યને જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા હતા, જે ખૂબ જ બોલ્ડ હતું. મીનાક્ષી બોલીવુડ અભિનેત્રી નમ્રતા શિરોડકર અને શિલ્પા શિરોડકર સાથે સંબંધ ધરાવે છે.

Shah Jina
error: Unable To Copy Protected Content!