એક્ટિંગ અને ડાંસ જ નહિ પરંતુ ભણવામાં પણ હોશિયાર છે ‘બજરંગી ભાઇજાન’ની મુન્ની ! ધોરણ-10માં આવ્યા એટલા ટકા કે હેટર્સની બોલતી પણ થઇ ગઇ બંધ

બજરંગી ભાઇજાનની મુન્નીએ શેર કર્યુ ધોરણ-10નું રિઝલ્ટ, હર્ષાલી મલ્હોત્રાના માર્ક્સ જોઇ ચાહકો બોલ્યા- બહુ ખૂબ

CBSE ધોરણ-10નું બોર્ડનું પરિણામ આવી ગયુ છે અને ‘બજરંગી ભાઈજાનની મુન્ની એટલે કે હર્ષાલી મલ્હોત્રાએ કમાલ કરી દીધો છે. તેણે 83 ટકા સાથે બોર્ડ પાસ કર્યુ છે અને એ લોકોને ચૂપ કરી દીધા છે જેઓ તેને રીલ બનાવવા માટે કોસતા હતા. હવે હર્ષાલીએ અભ્યાસમાં પ્રથમ આવીને આવા લોકોને જડબાતોડ જવાબ આપ્યો છે.

આ સાથે તેણે પોતાની ખુશી પણ ફેન્સ સાથે શેર કરી છે. હર્ષાલી મલ્હોત્રાએ ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે કેટલીક કોમેન્ટ બતાવી રહી છે.આમાં કોઈએ લખ્યું હતું કે, ‘બોર્ડ છે, અભ્યાસ કરો… પરીક્ષાઓ રીલ્સ બનાવીને પાસ થતી નથી… તમે કથકના ક્લાસમાં જાવ અને માત્ર રીલ્સ બનાવો.’ બીજાએ લખ્યું હતુ, ‘શું તમે આખો દિવસ ફક્ત રીલ બનાવો છો ? તમે ભણો પણ છો કે નહીં?

અન્ય એકે કોમેન્ટ કરી, ‘તમે કથકના ક્લાસમાં જશો તો કેવી રીતે પાસ થશો?’ ત્યારે આ રીલમાં 16 વર્ષની હર્ષાલીએ સારા સમાચાર શેર કરતી વખતે યોગ્ય જવાબ આપ્યો કે તેના 10મા CBSE બોર્ડમાં 83% આવ્યા છે.તેણે હેટર્સનો આભાર પણ માન્યો હતો કારણ કે તેમને જવાબ આપવા માટે, તેણે તેના અભ્યાસ પર પણ સંપૂર્ણ ધ્યાન આપ્યું હતુ.

હર્ષાલીએ કેપ્શનમાં લખ્યું, ‘મારી મુદ્રામાં સુધારો કરવાથી લઈને મારા શિક્ષણશાસ્ત્રમાં નિપુણતા પ્રાપ્ત કરવા સુધી, મેં મારા કથકના વર્ગો અને અભ્યાસ વચ્ચે યોગ્ય સંતુલન જાળવ્યું છે અને પરિણામ? પ્રભાવશાળી 83% સ્કોર! કોણ કહે છે કે તમે રીલ અને વાસ્તવિક દુનિયા બંનેમાં તમારા પગ રાખી શકતા નથી?

મારામાં વિશ્વાસ રાખનાર અને તેમનો અતૂટ ટેકો આપવાનું ચાલુ રાખનાર તમામનો હૃદયપૂર્વક આભાર. હર્ષાલીના ફેન્સ તેની સફળતાથી ઘણા ખુશ છે. લોકો તેને અભિનંદન આપી રહ્યા છે.

Shah Jina