આજે પણ બરકરાર છે એશ્વર્યા રાયનો જલવો, આપી હાજરી અને લુકથી લૂંટી મહેફિલ

હાથમાં પટ્ટી બાંધી કાન્સના રેડ કાર્પેટ પર ઉતરી એશ્વર્યા રાય, 3D એલિમેન્ટ્સ વાળા બ્લેક ગાઉનમાં ખેંચ્યુ ધ્યાન

રેડ કાર્પેટ પર એશ્વર્યા રાયે વરસાવ્યો કહેર, ગોલ્ડન બ્લેક ગાઉનમાં લૂંટી મહેફિલ

ઐશ્વર્યા રાય બચ્ચને કાન્સ 2024 ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં ભવ્ય એન્ટ્રી કરી, તેણે મેગાલોપોલિસ સ્ક્રીનિંગમાં પોતાના નવા સ્ટાઇલ સ્ટેટમેન્ટથી લોકોને દિવાના બનાવી દીધા. કાન્સ 2024 ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલના મેગાલોપોલિસ સ્ક્રીનિંગમાં ઐશ્વર્યા રાય બચ્ચન બ્લેક અને ગોલ્ડ બટરફ્લાય ડ્રેસમાં ચમકી હતી.

આ દરમિયાન તેના હાથ પર બાંધેલી પટ્ટીએ સૌનું ધ્યાન ખેંચ્યું હતું. દર વર્ષની જેમ આ વર્ષે પણ ફ્રાન્સના 77માં કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ભાગ લેવા માટે ઐશ્વર્યા રાય બચ્ચન પહોંચી છે, જ્યાંથી તેનો ફર્સ્ટ લુક સામે આવ્યો છે. એશ્વર્યાની આ તસવીરો સોશિયલ મીડિયા પર ઘણી વાયરલ થઈ રહી છે.

લુકની વાત કરીએ તો, ઐશ્વર્યાએ મેગાલોપોલિસ સ્ક્રીનિંગ માટે 3D એલિમેન્ટ્સ વાળું ગાઉન પસંદ કર્યુ હતુ. ઐશ્વર્યાએ બ્લેક એન્ડ વ્હાઇટ ગાઉન પહેર્યું છે જેમાં નાના સોનેરી રંગના ફૂલો જડેલા છે. અભિનેત્રીનું ગાઉન બટરફ્લાય પેટર્ન પર બનેલ છે, જે ખૂબ અનોખું અને સુંદર લાગી રહ્યુ છે.

આ ગાઉન સાથે ઐશ્વર્યાએ ગોલ્ડન ક્લાસી ઈયરિંગ્સ પહેરી છે જે તેના લુકમાં ચાર્મ ઉમેરી રહી છે. ઐશ્વર્યાએ મિનિમલ મેકઅપ સાથે પોતાનો લુક કમ્પ્લીટ કર્યો હતો.

ઐશ્વર્યાએ માત્ર તેના લુકથી જ નહિ પણ ઇજાગ્રસ્ત હાથથી પણ લોકોનું ધ્યાન ખેંચ્યુ હતુ. ઐશ્વર્યાએ કાન્સ 2024 ફિલ્મ ફેસ્ટિવલના રેડ કાર્પેટ પર પોતાના હાથ પર પટ્ટી બાંધીને પોતાનો જાદુ બતાવ્યો હતો.

Shah Jina