લ્યો બોલો! હેલ્મેટ વગર ઓડી કાર ચલાવી તો ટ્રાફિક પોલિસે ફટકાર્યો 1000નો દંડ, લોકો બોલ્યા- સીટ બેલ્ટ ન લગાવવા પર બાઇક પર પણ….

હેલ્મેટ વગર કાર ચલાવવા પર લાગ્યો 1 હજારનો દંડ, હવે ઓડી ચલાવતા સમયે હંમેશા હેલ્મેટ પહેરે છે આ વ્યક્તિ, શું છે કારણ- જાણો

ઝાંસીમાં એક વિચિત્ર ઘટના જોવા મળી. જ્યાં એક વ્યક્તિને હેલ્મેટ પહેર્યા વગર કાર ચલાવવા બદલ ચલણ જારી કરવામાં આવ્યું. વ્યક્તિને આ વાતની જાણ ત્યારે થઈ જ્યારે તેના ફોન પર મેસેજ આવ્યો. જ્યારે તેણે આ બાબતે ટ્રાફિક પોલીસનો સંપર્ક કર્યો તો તેને ચૂંટણી પછી આવવાનું કહેવામાં આવ્યું. આ કારણોસર, હવે તે કાર ચલાવતી વખતે હેલ્મેટ પહેરે છે.

બહાદુર સિંહ પરિહાર જ્યાં પણ જાય ત્યારે તેઓ હંમેશા હેલ્મેટ પહેરે છે. એટલા માટે નહીં કે તે ફોર્મ્યુલા 1 કાર ચલાવી રહ્યો છે કે Dakar માં રેલી રેસિંગમાં જઈ રહ્યો છે, પરંતુ એટલા કારણ કે ઝાંસીની ટ્રાફિક પોલીસે તેના પર 1,000 રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. માર્ચમાં બહાદુર સિંહ, જે એક ટ્રકર્સ યુનિયનના અધ્યક્ષ છે- તેમના સેલફોન પર એક મેસેજ આવ્યો. જેમાં જણાવાયું કે તેમની કારનું ચલણ જારી કરવામાં આવ્યું છે.

જ્યારે તે ટ્રાન્સપોર્ટની વેબસાઈટ પર વિગતો તપાસવા ગયો ત્યારે તે તેની આંખો પહોળી રહી ગઇ, કારણ કે તેણે હેલ્મેટ પહેર્યું ન હોવાને કારણે ચલણ જારી કરવામાં આવ્યું હતું. જ્યારે ચલણમાં ફોટો ટુ-વ્હીલરનો છે, અને વાહનની કેટેગરીનો સ્પષ્ટપણે ‘મોટર કાર’ તરીકે ઉલ્લેખ કરવામાં આવ્યો છે. બહાદુર સિંહે જણાવ્યું હતું કે તેમણે વધુ દંડ ટાળવા માટે હેલ્મેટ પહેરવાનો નિર્ણય કર્યો.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

Shah Jina