હવેથી રોજ રાશિફળ,જોક્સ-સુવિચાર,ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા → અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ગ્રુપમાં.
ભાઈ હાર્દિક પંડ્યા માટે કૃણાલ પંડ્યાએ કરી રડાવી દેનારી પોસ્ટ, પોતે પણ ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો, નતાશાનું રિએક્શન આવી ગયું ચર્ચામાં, જુઓ
Krunal Praised Brother Hardik : ભારતીય ટીમના ઓલરાઉન્ડર ખેલાડી અને IPLમાં મુંબઈ ઇન્ડિયન્સના કપ્તાન રહેલા હાર્દિક પંડ્યા માટે છેલ્લા કેટલાક મહિનાઓ ખુબ જ ખરાબ રહ્યા હતા, IPL દરમિયાન તે ગુજરાત ટાઇટન્સને છોડી અને મુંબઈ ગયો, જેના બાદ તેને મુંબઈનો કપ્તાન બનાવતા લોકો તેને સતત ટ્રોલ કરી રહ્યા હતા, પરંતુ વર્લ્ડકપમાં તેના દમદાર પ્રદર્શન અને ફાઇનલમાં છેલ્લી ઓવરમાં તેને ઝડપેલી વિકેટે ટ્રોલ કરવા વાળના મોઢા પર તમાચો ઝીંકી દીધો. આખો દેશ આજે હાર્દિક પંડ્યાના સપોર્ટમાં ઉભો છે, ત્યારે હવે તેના ભાઈએ પણ તેના માટે પોસ્ટ કરી છે.
કૃણાલ પંડ્યાએ તેના ભાઈ હાર્દિક પંડ્યા માટે ઇન્સ્ટાગ્રામ પર એક હૃદયસ્પર્શી અને ભાવનાત્મક પોસ્ટ શેર કરી છે જે સોશિયલ મીડિયા પર વધુને વધુ વાયરલ થઈ રહી છે. આ પોસ્ટ ત્યારે ચર્ચામાં આવી જ્યારે અભિનેત્રી નતાશા સ્ટેનકોવિકે આ પોસ્ટ પર પ્રતિક્રિયા આપી. કૃણાલ પંડ્યાએ પોસ્ટમાં પોતાના ભાઈ સાથેના સંબંધો અને ક્રિકેટર હાર્દિક પંડ્યાના સંઘર્ષ વિશે લખ્યું છે. કૃણાલની પોસ્ટે ઘણા લોકોનું ધ્યાન ખેંચ્યું છે. હવે હાર્દિક પંડ્યાની પત્ની નતાશાની પ્રતિક્રિયા લોકોમાં ચર્ચામાં છે.
તેના ભાઈ હાર્દિક પંડ્યાના સંઘર્ષ અને સિદ્ધિઓ વિશે એક ભાવનાત્મક પોસ્ટ શેર કરતી વખતે, કૃણાલ પંડ્યાએ તેના ભાઈની બાળપણની તસવીર પણ પોસ્ટ કરી. આ પછી નતાશા સ્ટેનકોવિક સહિત ઘણા લોકોએ તેની પોસ્ટને લાઈક કરી. તે જ સમયે, જ્યારે સોશિયલ મીડિયા યુઝર્સે હાર્દિક પંડ્યાની પત્ની નતાશા સ્ટેનકોવિકની આ પોસ્ટ પર લાઇક જોયું તો તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા. લોકોને હવે લાગે છે કે બને વચ્ચે સરખું થઇ ગયું હશે એટલે જ નતાશા એ પોસ્ટ લાઈક કરી અને ફેન્સને આશા નું કિરણ દેખાયું છે. તમને જણાવી દઈએ કે નતાશા સ્ટેનકોવિક અને હાર્દિક પંડ્યા લાંબા સમયથી તેમના છૂટાછેડાની અફવાઓને કારણે ચર્ચામાં છે.
હાર્દિક પંડ્યા અને નતાશાના છૂટાછેડાની અફવાઓ અંગે બંને માંથી કોઈ એ હજુ સુધી મૌન તોડ્યું નથી. ત્યારે હાલમાં હાર્દિક વર્લ્ડકપ જીતીને ઘરે પરત ફર્યો હતો ત્યારે નતાશાએ તેનું સ્વાગત પણ કર્યું ન હતું. જેને લઈને ફરી ચર્ચાએ જોર પકડ્યું છે અને ચાહકો બંનેના સંબંધોને લઈને ખૂબ જ ચિંતિત છે. કૃણાલ પંડ્યાએ પોસ્ટમાં લખ્યું, ‘હાર્દિક અને હું ક્રિકેટ રમતા લગભગ એક દાયકા જેટલો સમય થઈ ગયો છે અને છેલ્લા કેટલાક દિવસો અમારા માટે ખૂબ જ મુશ્કેલ રહ્યા છે. જ્યારે ભારતીય ટીમ જીતી ત્યારે દરેક દેશવાસીની જેમ મેં પણ મારી ટીમની જીતની ઉજવણી કરી અને આ ખાસ ક્ષણને દિલ ખોલીને જીવી. તમારા લોકોની પ્રાર્થનાએ ભારતને જીત તરફ દોરી – T20 વર્લ્ડ કપમાં ભારતની ઐતિહાસિક સફરને ફરીથી યાદગાર બનાવી.
તેણે હાર્દિકના સંઘર્ષ વિશે અને એક ભાઈ તરીકે તેને કેવું ખરાબ લાગ્યું તે વિશે વાત કરી. કૃણાલે પોસ્ટમાં આગળ લખ્યું, ‘હાર્દિક માટે છેલ્લા 6 મહિના ઘણા મુશ્કેલ રહ્યા છે. તે જેમાંથી પસાર થયો તે માટે તે લાયક ન હતો અને એક ભાઈ તરીકે મને તેના માટે ખૂબ જ ખરાબ લાગ્યું. બૂમાબૂમ કરવાથી માંડીને તમામ પ્રકારની બીભત્સ વાતો કરનારા લોકો સુધી, અમે બધા ભૂલી ગયા કે તે માત્ર એક માનવી છે જેને લાગણીઓ પણ છે. કોઈક રીતે તે હસતાં હસતાં તેમાંથી બહાર આવ્યો, તેમ છતાં મને ખબર છે કે તેના માટે હસવું કેટલું મુશ્કેલ હતું.
View this post on Instagram
હવેથી રોજ રાશિફળ,જોક્સ-સુવિચાર,ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા → અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ગ્રુપમાં.