વરસતા વરસાદમાં ધાબા પર રોમાન્ટિક બન્યું કપલ, બાજુના ધાબા પરથી સંતાઈને કોઈએ બનાવ્યો વીડિયો, વાયરલ થઇ ગઈ પ્રેમ કહાની, જુઓ

હવેથી રોજ રાશિફળ,જોક્સ-સુવિચાર,ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા → અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ગ્રુપમાં.

વરસતા વરસાદમાં ધાબા પર આવી પ્રેમિકા, બાજુના ધાબા પર આવ્યો પ્રેમી, દીવાલ પર ચઢીને પ્રેમિકાએ આપ્યું ચુંબન, વીડિયો થયો વાયરલ, જુઓ

couple’s romance on a rooftop in the rain : વરસાદની મોસમ દરેકને ગમતી હોય છે અને પ્રેમીઓ માટે તો વરસાદ જાણે તેમના રોમાન્સમાં વધારો કરતો હોય તેમ લાગે.  ફિલ્મોમાં પણ, વરસાદમાં શૂટ કરાયેલા રોમેન્ટિક દ્રશ્યો લોકોને વધારે પસંદ આવે છે. પરંતુ હાલ એક વીડિયો સામે આવ્યો છે જેમાં રિયલ લાઈફ કપલે વરસાદની વચ્ચે પણ રોમેન્ટિક હોવાની અનુભૂતિ હાંસલ કરી છે. જેનો વીડિયો ધૂમ મચાવી રહ્યો છે, જેમાં એક યુવતી અને યુવકે એકબીજા પર પ્રેમ વરસાવવા માટે વરસાદનો સહારો લીધો.

આ વીડિયો લોકોમાં ખૂબ ચર્ચામાં છે. વીડિયો જોયા બાદ લોકો તેના પર અનેક પ્રકારની કોમેન્ટ કરી રહ્યા છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે વરસાદ વચ્ચે એક છોકરી છતની બાલ્કની પર ચઢી જાય છે, જ્યારે તેનો પાર્ટનર પણ બાજુની છત પર આવે છે. બંનેએ વરસાદમાં એકબીજાને ચુંબન કરીને પોતાની આત્મીયતા વ્યક્ત કરી હતી. ત્યારે કોઈએ બંનેની આ રોમેન્ટિક ક્ષણને કેમેરામાં કેદ કરી લીધી. ત્યારથી આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે અને લાખો લોકો તેને જોઈ ચૂક્યા છે.

આ વીડિયોએ લોકોમાં પણ વિવાદ ઉભો કર્યો છે. કેટલાક લોકો તેને આનંદ અને નકારાત્મકતા માની રહ્યા છે, જ્યારે અન્ય લોકો તેને પ્રેમ અને રોમાંસનું પ્રતીક માની રહ્યા છે. વીડિયો પોસ્ટ થયા બાદ યુવતી અને યુવક બંને સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયા છે. આ વીડિયો જોયા બાદ એક યુઝરે કહ્યું કે, “સોસાયટીની હાલત દિવસેને દિવસે ખરાબ થઈ રહી છે.”  તો ઘણા લોકો આ કપલને વરસાદમાં રોમાન્સ કરતા જોઈને મઝા પણ લઇ રહ્યા છે.

હવેથી રોજ રાશિફળ,જોક્સ-સુવિચાર,ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા → અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ગ્રુપમાં.

Niraj Patel