સુહાગરાતે જ વરરાજાએ મોબાઈલનો કેમેરો કરી લીધો ઓન, દુલ્હન સાથે કરવા લાગ્યો એવું કે લોકો બોલ્યા..”થોડી તો શરમ કર.”; જુઓ વીડિયો

વાયરલ થવા માટે લોકો શું શું નહીં કરે… આ ભાઈએ બનાવ્યો પોતાની પત્ની સાથે સુહાગરાતનો વીડિયો, જોઈને લોકો ભરાયા ગુસ્સે, તમે પણ જુઓ

Couple created a Suhagarat blog : દરેક વ્યક્તિ માટે તેના લગ્નનો દિવસ ખાસ હોય છે અને લગ્ન બાદ રાત્રે પોતાની પહેલી નાઈટ એટલે કે સુહાગરાતને પણ ખુબ જ ખાસ માનવામાં આવે છે. પરંતુ આજે જમાનો ડીઝીટલ બની ગયો છે, ઘણા લોકો વાયરલ થવા માટે સુહાગરાત્રે પણ વીડિયો બનાવતા હોય છે, ત્યારે હાલ આવો જ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે, જેને જોઈને હવે લોકો પણ ગુસ્સે ભરાઈ રહ્યા છે.

એક નવવિવાહિત યુગલે તેમની ‘સુહાગરાત’નો એક વ્લોગ શેર કરીને વિવાદ સર્જ્યો છે. આ વીડિયો વાયરલ થયો છે, જેમાં કપલ લગ્નની વિધિઓ બાદ પોતાના અનુભવો વિશે વાત કરી રહ્યું છે. X (અગાઉ ટ્વિટર) પ્લેટફોર્મ પર સુનંદા રોય દ્વારા શેર કરવામાં આવેલ આ વિડિયોમાં દંપતી તેમના બેડરૂમમાં વરરાજા તેની કન્યાને ‘સુહાગરાત’ના અનુભવ વિશે પૂછતા બતાવે છે. દુલ્હન કેમેરાની સામે શરમાતી જોવા મળી હતી, જ્યારે વરરાજાએ ગંજી પહેરી હતી અને તેની દુલ્હનને સુહાગરાત વિશે પૂછી રહ્યો હતો.

દુલ્હન કેમેરા સામે અચકાતી હોવા છતાં, વરરાજા વ્લોગમાં રસ લઈ રહ્યો છે. વિડિયો જોઈને લોકોને નવાઈ લાગી કે આ સમયે વ્લોગ કોણ બનાવે ? આ પછી કપલ તેમના બેડરૂમની સજાવટ બતાવે છે. જ્યારે આ વીડિયો ઓનલાઈન વાઈરલ થયો ત્યારે લોકો તરફથી તેની ઘણી ટીકા થઈ હતી. લોકોનું કહેવું છે કે સોશિયલ મીડિયાનું ધ્યાન આકર્ષિત કરવા માટે આ મર્યાદા ઓળંગવાનું કથિત કૃત્ય છે. ઘણા લોકોએ દંપતી વિશે ખરાબ પણ વાત કરી હતી.

જ્યારે આ વીડિયો ઘણા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ થયો ત્યારે કોમેન્ટ્સનો પૂર આવ્યો અને લોકો અલગ-અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. કેટલાક લોકોએ સવાલ કર્યો છે કે લોકો પ્રસિદ્ધિ માટે ક્યાં સુધી જશે. એક સોશિયલ મીડિયા યુઝર તેના પર વિશ્વાસ કરી શક્યો નહીં. તેમણે કહ્યું કે લોકો હવે થોડા પૈસા માટે પોતાનું અંગત જીવન પણ વેચવા તૈયાર છે. તે જ સમયે, અન્ય એક યુઝરે મજાક કરતા કહ્યું કે જો તેઓ લગ્નની રાતનો પલંગ બતાવી રહ્યા છે, તો પછી બીજું શું જોવાનું બાકી છે?

હવેથી રોજ રાશિફળ,જોક્સ-સુવિચાર,ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા → અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ગ્રુપમાં.

Niraj Patel