“ભૂલ થઇ ગઈ…” મેટ્રોની અંદર કાકાનું પર્સ ચોરી રહ્યો વ્યક્તિ, પકડાઈ જવા પર એવો ફટકાર્યો કે બે હાથ જોડીને, જુઓ વીડિયો

“કાકા પગે લાગુ છું, મને માફ કરી દો…” મેટ્રોમાં કાકાનું પર્સ ચોરી રહેલા ચોરને પકડીને ધડાધડ ઝીંકી દીધા લાફા, જુઓ વીડિયો

Thief Caught Stealing Purse Inside Metro : દેશભરમાં ચોરીની ઘટનાઓ સતત સામે આવતી રહે છે, તમે ટ્રેન કે બસમાં સફર કરતા હોય કે પછી માર્કેટમાં ફરતા હોય ત્યારે ગઠિયો તમારું ખિસ્સું ક્યારે કાપીને ચાલ્યો જાય કોઈ નથી જાણતું, ઘણીવાર ચોર એટલા શાતીર હોય છે કે તમને ચોરી થવાની ગંધ પણ નથી આવતી અને ઘણીવાર ચોરી પકડાઈ જાય છે ત્યારે તેને લોકો માર પણ મારતા હોય છે, હાલ આવી જ એક ઘટના દિલ્હી મેટ્રોમાંથી સામે આવી છે, જ્યાં એક ચોર ચોરી કરતા પકડાઈ ગયો.

વીડિયો પ્રમાણે આ ઘટના દિલ્હીના કાશ્મીરી ગેટ મેટ્રો સ્ટેશનની કહેવામાં આવી રહી છે. જેમાં મેટ્રોની અંદર એક ચોર પર્સ ચોરી કરતો પકડાયો હતો. આ પછી મુસાફરોએ તેને ખૂબ માર માર્યો હતો. હવે આ જ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયાના અલગ-અલગ પ્લેટફોર્મ પર આડેધડ શેર કરવામાં આવી રહ્યો છે. વીડિયોમાં જોવા મળે છે એક એક ચોર બેહાથ જોડીને માફી માંગી રહ્યો છે અને એક કાકા તેને લાફા મારી રહ્યા છે.

આ વીડિયો માઇક્રોબ્લોગિંગ સાઇટ પર પોસ્ટ કરવામાં આવ્યો હતો આ ક્લિપ પોસ્ટ કરતી વખતે કેપ્શન આપવામાં આવ્યું હતું – દિલ્હીના કાશ્મીરી ગેટ મેટ્રો સ્ટેશન પર અંકલ જી અને ચોર વચ્ચે માથાકૂટ. દિલ્હી મેટ્રોમાં એક ચોર પર્સ ચોરતો પકડાયો, ત્યારબાદ તેને માર મારવામાં આવ્યો. આ મામલે લોકોએ પ્રતિક્રિયા આપી છે. કેટલાકે કહ્યું “કાકાએ સાચું કર્યું. ચોરી કરનારાઓને પાઠ ભણાવવો જરૂરી છે. બીજી તરફ કેટલાક લોકો માને છે કે કાયદો પોતાના હાથમાં લેવો યોગ્ય નથી. પોલીસ બોલાવવી જોઈતી હતી.

Niraj Patel