લો બોલો.. ચાલુ કારમાં કપલ કરી રહ્યું હતું રોમાન્સ, ડ્રાઈવરને લપેટાઈને યુવતી કરી રહી હતી અશ્લીલ હરકતો, કેમેરા થઇ ઘટના રેકોર્ડ

મા-બાપની લાજને નેવે મૂકી ચાલુ કારમાં રોમાન્સ કરવો કપલને પડ્યો ભારે, પોલીસે શીખવાડ્યો શબક, જુઓ વીડિયો

Couple romanced in the car : આજના યુવાનો ક્યારે અને ક્યાં શું કરી બેસશે તે કહેવું મુશ્કેલ છે. મહારાષ્ટ્રના નાગપુરમાં એક યુવક અને યુવતીએ ચાલતી કારમાં વાંધાજનક કૃત્ય કર્યાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. કપલના વાંધાજનક કૃત્યનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ પછી પોલીસે પણ આ વીડિયોને ધ્યાને લઈને આ મામલે કાર્યવાહી કરી હતી. આ ઘટના અમરાવતી રોડ પર ગીરી પેટ અને લો કોલેજ વચ્ચે બની હતી.

સોશિયલ મીડિયા પર એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક યુવક અને યુવતી ચાલતી કારમાં અશ્લીલ રીતે રોમાન્સ કરતા જોવા મળી રહ્યા છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ વીડિયોમાં એક યુવક કારની ડ્રાઇવિંગ સીટ પર બેઠો છે અને યુવતી સ્ટિયરિંગની સામે બેઠી છે અને બંને રોમાંસમાં મગ્ન છે. ત્યાંથી પસાર થતા વાહનચાલકોએ બંનેને જોયા. તેણે આ ઘટનાનો વીડિયો બનાવ્યો અને પછી ગઈકાલે સાંજથી આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

જ્યારે આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો તો તે નાગપુરની સીતાબુલડી પોલીસ સુધી પણ પહોંચી ગયો. તપાસ બાદ પોલીસે યુવકને કસ્ટડીમાં લીધો હતો. પોલીસે છોકરા-છોકરી વિરુદ્ધ ગુનો નોંધ્યા બાદ તેમના પરિવારજનોને પોલીસ સ્ટેશન બોલાવવામાં આવ્યા હતા. આ અભદ્ર કૃત્ય વાયરલ થતાં, ભારતીય ન્યાયિક સંહિતાની કલમ 281, 293, 296, 125, મોટર વ્હીકલ એક્ટની કલમ 184 અને મુંબઈ પોલીસ એક્ટની કલમ 110, 112 અને 117 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

પોલીસે જણાવ્યું છે કે વાયરલ વીડિયોમાં દેખાતા યુવકે સીએનો અભ્યાસ પૂરો કર્યો છે અને તેની ગર્લફ્રેન્ડ મિકેનિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કરી રહી છે. પોલીસના જણાવ્યા અનુસાર યુવક ઘરેથી તેના પિતાની કાર લઈને તેની ગર્લફ્રેન્ડને લઇ ગયો હતો. બંને ફરવા નીકળ્યા હતા, રસ્તાની બાજુના ફૂડ સ્ટોલ પર કંઈક ખાધું હતું અને ગીરી પેટ કોમ્પ્લેક્સમાં જતા સમયે કારમાં વાંધાજનક કૃત્ય કરી રહ્યા હતા.

Niraj Patel