રીલ ઉતારવા ગઈ અને 300 ફૂટ ઊંડી ખીણમાં પડવાથી આ મોટી સેલિબ્રિટીનું થયું મોત, જુઓ તસવીરો
ઇન્સ્ટાગ્રામ પર પોતાની ટ્રાવેલ પોસ્ટ માટે ચર્ચામાં રહેતી અન્વી કામદારનું મોત થયુ હોવાનું સામે આવ્યુ છે. મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લામાં વીડિયો બનાવતી વખતે ખાઈમાં પડી જતાં તેનું મોત થયું હતું. મિત્રો સાથે ફરવા ગયેલ 27 વર્ષીય ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અન્વી મંગળવારે વીડિયો બનાવતા સમયે માનગાંવમાં કુંભે ઝરણા પાસે 300 ફૂટ ઊંડી ખીણમાં પડી ગઈ હતી.
એક પોલીસ અધિકારીએ આપેલી માહિતી અનુસાર, મુંબઈના મુલુંડની રહેવાસી અન્વી વરસાદ દરમિયાન તેના મિત્રો સાથે ફરવા ગઈ હતી. અન્વી વ્યવસાયે CA છે અને તે પોચાની સોશિયલ મીડિયા રીલ્સ માટે પ્રખ્યાત હતી. અન્વી કામદારને થોડી ના ખબર હતી કે જે બનાવવાની કળાથી તેને લોકપ્રિયતા મળી હતી તે જ તેના મોતનું કારણ બનશે.
અન્વી 16મી જુલાઈના રોજ તેના 7 મિત્રો સાથે ફરવા ગઈ હતી. સવારે લગભગ 10.30 વાગ્યે અન્વી એક વિડિયો શૂટ કરી રહી હતી, તે કુંભે વોટરફોલ પાસે એક નાની સ્પાઇક પર ગઈ અને રીલનું શૂટિંગ શરૂ કર્યું. ત્યારપછી અચાનક તેનો પગ લપસી ગયો અને તે 300 ફૂટ ઊંડી ખાઈમાં પડી.
ઘટનાની સૂચના મળવા પર તરત બચાવ દળ ઘટનાસ્થળે પહોંચ્યુ.કોસ્ટ ગાર્ડની સાથે મહારાષ્ટ્ર સ્ટેટ ઇલેક્ટ્રિસિટી બોર્ડના કર્મચારીઓએ પણ મદદ કરી હતી પરંતુ અન્વીને બચાવી શકાઈ નહોતી. અન્વીને હોસ્પિટલ લઈ જવામાં આવી હતી જ્યાં ડૉક્ટરોએ તેને મૃત જાહેર કરી.