લો હવે તો મોર્ડન જમાનામાં મોર્ડન તલાક… દુબઇની રાજકુમારીએ ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં તલાક, તલાક, તલાક લખી પતિને છોડ્યો- હજુ તો એક વર્ષ પહેલા જ થયા છે લગ્ન

એક વર્ષ પહેલા લગ્ન, 2 મહિના પહેલા બાળકને જન્મ…કોણ છે દુબઇની રાજકુમારી જેની છૂટાછેડાની ઇન્સ્ટા પોસ્ટ થઇ રહી છે વાયરલ

સંયુક્ત આરબ અમીરાત (UAE)માંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. દુબઈની રાજકુમારી શેખા મહારા બિંત મોહમ્મદ બિન રશીદ અલ મકતુમ ઉર્ફે શેખા મહારાએ તેના પતિથી છૂટાછેડાની ચોંકાવનારી જાહેરાત કરી છે. UAEમાં કદાચ આ પહેલીવાર બન્યું છે જ્યારે રાજવી પરિવારમાંથી કોઈએ આ રીતે છૂટાછેડાની જાહેરાત કરી હોય.

શેખા મહારાએ ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને કહ્યું કે ડિયર પતિ, તમે કોઈ બીજા સાથે વ્યસ્ત છો, આવી સ્થિતિમાં હું તમને છૂટાછેડા આપું છું. રાજકુમાર મહારાની ઇન્સ્ટાગ્રામ પોસ્ટે હલચલ મચાવી દીધી છે. પહેલા તો લોકોને લાગ્યું હતુ કે કોઈએ શેખા મહારાનું ઈન્સ્ટા એકાઉન્ટ હેક કર્યું છે. જો કે, પાછળથી એ વાતની પુષ્ટિ થઈ કે તેણે ખરેખર તેના પતિ સાથેના સંબંધો તોડી નાખ્યા છે.

શેખા મહારાએ પોસ્ટ કર્યું, ‘ડિયર પતિ… તમે કોઈ બીજા સાથે છો, આવી સ્થિતિમાં હું સંબંધ તોડવાની જાહેરાત કરું છું. હું તમને છૂટાછેડા આપું છું, હું તમને છૂટાછેડા આપું છું અને હું તમને છૂટાછેડા આપું છું. તમારું ધ્યાન રાખો… તમારી પૂર્વ પત્ની. પોતાના પતિને જાહેરમાં છૂટાછેડા આપનારી રાજકુમારી શેખા મહારાનો જન્મ 26 ફેબ્રુઆરી 1994ના રોજ યુએઈના દુબઈમાં થયો હતો. તે 29 વર્ષની છે.

શેખા મહારાના મૂળ અમીરાતી અને ગ્રીક બંને છે, કારણ કે તેની માતા ગ્રીસથી છે. જણાવી દઇએ કે, શેખા મહારાએ મે 2023માં શેખ માના બિન મોહમ્મદ બિન રશીદ બિન માના અલ મકતુમ સાથે લગ્ન કર્યા હતા, તેણે આ વર્ષે મે મહિનામાં એક પુત્રીને જન્મ આપ્યો, જેનું નામ તેણે શેખા મહારા બિંત માના બિન મોહમ્મદ અલ મકતુમ રાખ્યું છે.

ત્યારે લગ્નના એક વર્ષ બાદ શેખા મહારાએ જુલાઈ મહિનામાં ઇન્સ્ટાગ્રામ પર જાહેરમાં પતિ સાથે છૂટાછેડાની જાહેરાત કરી. શેખા મહારાનો આરોપ છે કે તેના પૂર્વ પતિના અન્ય મહિલા સાથે રિલેશન છે. ઉલ્લેખનીય છે કે છૂટાછેડાની જાહેરાત બાદ આ કપલે એકબીજાને ઈન્સ્ટાગ્રામ પર અનફોલો કરી દીધા છે અને તેમની પ્રોફાઇલમાંથી એકબીજા સાથેની તમામ તસવીરો હટાવી દીધી છે.

Shah Jina