આ ઇન્ટરનેશનલ રેપરના ઘરમાં ઘુસ્યું વરસાદનું પાણી, 800 કરોડની હવેલીમાં ભરાઈ ગયો કાદવ કીચડ, વીડિયોમાં બતાવી હાલત.. જુઓ

આ ઇન્ટરનેશનલ રેપરના ઘરમાં ઘુસ્યું વરસાદનું પાણી, 800 કરોડની હવેલીમાં ભરાઈ ગયો કાદવ કીચડ, વીડિયોમાં બતાવી હાલત.. જુઓ

Rapper Darke Home Flood : હાલમાં જ કેનેડાના ટોરોન્ટોમાં ત્રણ મોટા વાવાઝોડાને કારણે ભારે વરસાદ થયો છે અને હાલમાં ત્યાંના લોકો પૂરની સ્થિતિનો સામનો કરી રહ્યા છે. શહેરમાં વીજળી નથી, લોકો ઘરની બહાર અને અંદર ફસાયેલા હતા. લોકપ્રિય આંતરરાષ્ટ્રીય રેપર ડ્રેકની પણ આવી જ સ્થિતિ છે. તેની 800 કરોડની કિંમતની ભવ્ય હવેલી પણ આનાથી બાકાત રહી નથી અને તેના ઘરની અંદર પૂર સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે.

કેનેડિયન ગાયક-રેપર ડ્રેક તે હસ્તીઓમાંથી એક છે જેની લોકપ્રિયતા વિશ્વભરમાં છે. રેપરે પોતે એક વિડીયો શેર કર્યો છે જે દર્શાવે છે કે કેવી રીતે તેનું ભવ્ય ઘર સંપૂર્ણપણે પાણીથી ભરાઈ ગયું છે. તમને જણાવી દઈએ કે ડ્રેકનું આ ભવ્ય ઘર કેનેડાના ટોરોન્ટોમાં છે. તેણે આ સીન ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર બતાવ્યો છે. તેના ઘરની અંદર, પૂરનું કાદવ-કીચડ વાળું  પાણી ચારે બાજુ ફેલાયેલું દેખાય છે. જો કે, કેટલાક એવા લોકો છે જે આ પાણીને બહાર કાઢવા માટે સતત પ્રયાસ કરી રહ્યા હોય તેવું લાગે છે પરંતુ તેનાથી કોઈ ખાસ ફાયદો દેખાતો નથી.

વિડીયોના કેપ્શનમાં ડ્રેકએ લખ્યું, ‘આ એસ્પ્રેસો માર્ટીની બનવાનું વધુ સારું છે!’ તમને જણાવી દઈએ કે ડ્રેકએ આ હવેલી વર્ષ 2018માં ખરીદી હતી અને તે ટોરોન્ટોના પોશ વિસ્તાર ‘મિલિયોનેર રો’માં છે, જેને મિલિયોનેર લેન કહેવામાં આવે છે. આ ઘર ખરીદ્યા પછી, તેણે રિનોવેશન પર પણ ઘણો ખર્ચ કર્યો અને તેને નવી રીતે ડિઝાઇન કરાવ્યું. તેણે પોતાના ઘરનું નામ ‘ધ એમ્બેસી’ રાખ્યું છે.

અહેવાલો અનુસાર, ડ્રેકના આ ભવ્ય ઘરની કિંમત 100 મિલિયન ડોલર (800 કરોડ રૂપિયા)થી વધુ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે શહેરમાં માત્ર ત્રણ કલાકમાં જ 25% વરસાદ થયો જેટલો આખા જુલાઈ મહિનામાં થયો હતો. બીબીસીના અહેવાલ મુજબ, શહેરમાં ડઝનેક નદીઓ અને નાળાઓ આ કારણે તૂટયા છે અને આ મુશળધાર વરસાદને કારણે હાઈવે, રસ્તાઓ અને મકાનોને ઘણું નુકસાન થયું છે, હજારો લોકો વિવિધ સ્થળોએ ફસાયેલા છે.

Niraj Patel