શ્રેયા ઘોષાલે અનંત-રાધિકાના લગ્નમાં વાછરડાને લડાવ્યો લાડ, લોકોએ કહ્યો સૌથી પ્રેમાળ વીડિયો… વીડિયો થયો વાયરલ
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નના ફોટા અને વીડિયો હજુ પણ ઈન્ટરનેટ પર છવાયેલા છે. લગ્નમાં હાજરી આપનાર સેલેબ્સ પણ મોટા પ્રમાણમાં તસવીરો અને વીડિયો પોસ્ટ કરી રહ્યાં છે. એઆર રહેમાન, સુખવિંદર સિંહ, કૈલાશ ખેર સહિત ઘણા સિંગરોએ અનંત-રાધિકાના લગ્નમાં શાનદાર પરફોર્મન્સ આપ્યું હતું. શ્રેયા ઘોષાલે પણ પોતાના સુરીલા અવાજથી માહોલને સુંદર બનાવ્યો હતો. ત્યારે હવે શ્રેયાએ લગ્ન સાથે જોડાયેલો એક ક્યૂટ વીડિયો શેર કર્યો છે.
આ વીડિયોમાં શ્રેયા ઘોષાલ ગાયના બે વાછરડા રિદ્ધિ અને સિદ્ધિ પર ખૂબ જ પ્રેમ વરસાવતી જોવા મળી રહી છે. સૌથી મહત્વની વાત એ છે કે વાછરડાને સુંદર રીતે સજાવવામાં આવ્યા છે. બંને વાછરડાઓએ લાલ રંગના જેકેટ પહેર્યા છે. આ સિવાય એક્સેસરીઝ પણ પહેરવામાં આવી છે. વાછરડા એટલા ક્યૂટ લાગી રહ્યા છે કે જોઇને કોઇનું પણ મન ખુશ થઈ જાય.
આ વીડિયો શેર કરતી વખતે શ્રેયા ઘોષાલે ઈન્સ્ટાગ્રામ પર લખ્યું- ‘છેલ્લા કેટલાક દિવસોમાં જે સૌથી સુંદર વસ્તુ થઇ છે તે આ…રિદ્ધિ-સિદ્ધિ ક્યૂટ અને પ્રેમાળ ગાય છે.’ શ્રેયા ઘોષાલના આ વીડિયોને ઘણો પસંદ કરવામાં આવી રહ્યો છે, વીડિયો પર 7 લાખથી વધુ લાઈક્સ આવી ચૂકી છે અને ઘણા યુઝર્સ કોમેન્ટ પણ કરી રહ્યા છે.
View this post on Instagram