સોનાક્ષી સાથે લગ્ન બાદ ઝહીર ઇકબાલે સોશિયલ મીડિયા પર કહ્યુ- મારી સાથે દગો થયો છે…જાણો સમગ્ર મામલો

બોલિવૂડ અભિનેત્રી સોનાક્ષી સિન્હા અને ઝહીર ઈકબાલે 23 જૂનના રોજ લગ્ન કર્યા હતા. સોશિયલ મીડિયા પર બંનેની રોમેન્ટિક તસવીરો પણ વાયરલ થઇ હતી. ત્યારે હાલમાં સોનાક્ષીએ એક વીડિયો શેર કર્યો છે, જેમાં તેના પતિ ઝહીર ઇકબાલે જે કોમેન્ટ કરીછે તે ચાહકોનું ધ્યાન ખેંચી રહી છે. ઝહીર ઈકબાલ સાથે લગ્ન બાદ સોનાક્ષી અવારનવાર તેની સાથે ફોટા અને વીડિયો શેર કરતી રહે છે.

હાલમાં જ એક્ટ્રેસે તેના ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો જેમાં તે ડેટ નાઈટ માટે તૈયાર થતી જોવા મળી રહી છે. વીડિયોમાં સોનાક્ષી તૈયાર થયેલી ખૂબ જ સુંદર લાગી રહી છે. અભિનેત્રી આ વીડિયોમાં એક પ્રોડક્ટની જાહેરાત પણ કરી રહી છે. તે આ પ્રોડક્ટનો ઉપયોગ કેવી રીતે કરવો તે કહી રહી છે.

વિડીયો શેર કરતી વખતે સોનાક્ષીએ કેપ્શનમાં લખ્યું કે, ‘ક્યારેય ડેટિંગ બંધ ન કરો, જલ્દી આવો અને 30 મિનિટથી પણ ઓછા સમયમાં લગ્ન પછી વાળી ડેટ માટે..’ આ વીડિયો પર સોનાક્ષીના પતિ ઝહીરે કમેન્ટ કરી લખ્યું, ‘હે ભગવાન મારી સાથે દગો થયો છે. જો કે, ઝહીર અહીં જ ન અટક્યો, તેણે બીજી કમેન્ટ કરી લખ્યું- ‘આમાં કોઈ હેરાન નથી, તમે હંમેશા મારા પહેલા તૈયાર થઇ જાવ છો, આ ચીટીંગ છે. ત્યારે ઝહીરની કોમેન્ટ પર ફેન્સ ફની રિએક્શન આપી રહ્યા છે. જ

ણાવી દઈએ કે સોનાક્ષી સિન્હા અને ઝહીર ઈકબાલની પહેલી મુલાકાત સલમાન ખાનની પાર્ટીમાં થઈ હતી. આ પછી બંને મિત્રો બન્યા અને પછી તેઓ એકબીજાને ડેટ કરવા લાગ્યા. ત્યારે 7 વર્ષ સુધી રિલેશનશિપમાં રહ્યા બાદ બંને આખરે 23 જૂને લગ્નના બંધનમાં બંધાયા.

Shah Jina