એક જ દિવસમાં હાર્દિક પંડ્યાને મળ્યા બે આંચકા, પહેલુ પત્ની સાથે છૂટાછેડા અને બીજુ T20માં મળી સૂર્યાને કપ્તાની

ભારતીય ટીમના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાને એક જ દિવસમાં બે આંચકા મળ્યા. હાર્દિકે ગુરુવારે એટલે કે 18 જુલાઈએ એક મોટી જાહેરાત કરી. તેણે ઈન્સ્ટાગ્રામ પોસ્ટ દ્વારા જણાવ્યું કે તેણે તેની પત્ની નતાશા સ્ટેનકોવિચથી છૂટાછેડા લઈ લીધા છે. પંડ્યાએ એક લાંબી અને ઈમોશનલ પોસ્ટ શેર કરી કહ્યું કે 4 વર્ષ સાથે રહ્યા બાદ હવે તે અને નતાશા અલગ થઈ રહ્યા છે.

આ પછી હાર્દિક પંડ્યાની પ્રોફેશનલ લાઇફને લઇને એક ખરાબ સમાચાર સામે આવ્યા. ઝિમ્બાબ્વેને ઘરઆંગણે હરાવ્યા બાદ ભારતીય ટીમનું આગામી મિશન શ્રીલંકા પ્રવાસ છે. આ પ્રવાસમાં ભારતીય ટીમ 3 મેચની વનડે અને 3 મેચની ટી20 સીરીઝ રમવાની છે. આ બંને સિરીઝનું શેડ્યૂલ જાહેર કરવામાં આવ્યું છે. ટી-20 ટીમની કપ્તાની સૂર્યકુમાર યાદવને સોંપવામાં આવી છે, અને શ્રીલંકા પ્રવાસ માટે શુભમન ગિલને મોટી ભેટ મળી છે. તેને વનડે અને T20 બંને સિરીઝમાં વાઇસ કેપ્ટનશિપ મળી છે.

આનો અર્થ એ થયો કે પંડ્યાને કેપ્ટન અને વાઇસ કેપ્ટન બંને પદેથી હટાવી દેવામાં આવ્યો છે. જણાવી દઈએ કે, ભારતીય ટીમના નવા હેડ કોચ ગૌતમ ગંભીરનો પણ આ પહેલો પ્રવાસ હશે. ભૂતપૂર્વ ભારતીય ઓપનર ગૌતમ ગંભીર હવે તેની નવી ભૂમિકા માટે તૈયાર છે. તાજેતરમાં જ BCCIએ તેમને ભારતીય ટીમના નવા મુખ્ય કોચ બનાવ્યા છે. ગંભીરે રાહુલ દ્રવિડની જગ્યા લીધી છે, જેનો કાર્યકાળ T20 વર્લ્ડ કપ 2024 પછી સમાપ્ત થયો.

ભારતની T20 ટીમઃ સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), શુભમન ગિલ (વાઈસ-કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, રિંકુ સિંહ, રિયાન પરાગ, રિષભ પંત (વિકેટકીપર), સંજુ સેમસન (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, શિવમ દુબે, અક્ષર પટેલ, વેશિંગટન સુંદર, રવિ બિશ્નોઈ, અર્શદીપ સિંહ, ખલીલ અહેમદ અને મોહમ્મદ સિરાજ.

ભારતની વનડે ટીમઃ રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ (વાઈસ-કેપ્ટન), વિરાટ કોહલી, કેએલ રાહુલ (વિકેટકીપર), ઋષભ પંત (વિકેટકીપર), શ્રેયસ અય્યર, શિવમ દુબે, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, વોશિંગ્ટન સુંદર, અર્શદીપ સિંહ, રિયાન પરાગ, અક્ષર પટેલ, ખલીલ અહેમદ અને હર્ષિત રાણા.

ભારતીય ટીમ આ પ્રવાસ 27 જુલાઈથી શરૂ કરશે. પહેલા ભારત અને શ્રીલંકા વચ્ચે 3 મેચની T20 સિરીઝ રમાશે. આ તમામ મેચો ભારતીય સમય અનુસાર સાંજે 7 વાગ્યાથી પલ્લેકેલમાં રમાશે ત્યારબાદ બંને ટીમો વચ્ચે 3 મેચની વનડે સીરિઝ રમાશે. પ્રથમ વનડે મેચ 2જી ઓગસ્ટે રમાશે. આ સીરીઝની તમામ વનડે મેચો શ્રીલંકાની રાજધાની કોલંબોમાં રમાશે. 50-50 ઓવરની આ વન-ડે મેચો ભારતીય સમય અનુસાર બપોરે 2.30 વાગ્યાથી રમાશે.

0

ભારત-શ્રીલંકા શેડ્યુલ
27 જુલાઈ- 1લી T20, પલ્લેકેલ
28 જુલાઈ- 2જી ટી20, પલ્લેકેલ
30 જુલાઇ- 3જી T20, પલ્લેકેલ
2 ઓગસ્ટ- 1લી વનડે, કોલંબો
4 ઓગસ્ટ- 2જી વનડે, કોલંબો
7 ઓગસ્ટ- 3જી વનડે, કોલંબો

Previous Article

સોનાક્ષી સાથે લગ્ન બાદ ઝહીર ઇકબાલે સોશિયલ મીડિયા પર કહ્યુ- મારી સાથે દગો થયો છે...જાણો સમગ્ર મામલો

Next Article

BREAKING: એક્ટર કૃષ્ણ કુમારની દીકરીનું 20 વર્ષની ઉંમરે નિધન, કેંસરને કારણે દુનિયાને કહ્યુ અલવિદા

error: Unable To Copy Protected Content!