બે વખત લગ્ન, 4 વર્ષમાં તૂટ્યો સંબંધ…જાણો હાર્દિક અને નતાશા વચ્ચે છૂટાછેડાનું શું કારણ રહ્યુ હશે…

ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ તેની પત્ની નતાશા સ્ટેનકોવિકને છૂટાછેડા આપી દીધા છે. વર્ષ 2020માં સર્બિયન મોડલ અને અભિનેત્રી સાથે લગ્ન કરનાર હાર્દિક પંડ્યા લાંબા સમયથી તેની પત્ની સાથે રહેતો ન હતો.

હાર્દિક અને નતાશાના લગ્ન કોવિડ દરમિયાન થયા હતા, પરંતુ લોકડાઉન દરમિયાન તેઓ ધામધૂમથી લગ્ન કરી શક્યા ન હતા માટે તેઓએ ફેબ્રુઆરી 2023માં ફરીથી હિંદુ અને ક્રિશ્ચયન રીતિ રિવાજ મુજબ ધામધૂમથી લગ્ન કર્યા હતા. બીજીવાર લગ્ન પછી થોડા દિવસો સુધી બધું બરાબર રહ્યું, પણ આ પછી ધીમે-ધીમે તેમના સંબંધો બગડવા લાગ્યા. ત્યારે આવી સ્થિતિમાં ચાલો જાણીએ કે તેમના અલગ થવાનું શું કારણ હોઈ શકે છે.

લગ્ન બાદ ગ્લેમરની દુનિયાથી નતાશાનું અંતર
હાર્દિક પંડ્યા અને નતાશાની મુલાકાત મુંબઇમાં એક ક્લબમાં થઇ હતી, આ પછી બંને મિત્રો બન્યા અને તેમની મિત્રતા ક્યારે પ્રેમમાં બદલાઈ એ બંનેને ખબર જ ન પડી. જે સમયે હાર્દિક અને નતાશા વચ્ચે પ્રેમ ખીલી રહ્યો હતો તે સમયે આ ભારતીય ક્રિકેટરની કારકિર્દીનો ગ્રાફ પણ ઝડપથી ઉપર જઈ રહ્યો હતો. જ્યારે નતાશા ગ્લેમરની દુનિયામાં સંઘર્ષ કરી રહી હતી.

આ દરમિયાન નતાશા અને હાર્દિકે 2020માં લોકડાઉન દરમિયાન લગ્ન કરવાનું નક્કી કર્યું. લગ્નના બે મહિના પછી નતાશાએ પુત્ર અગસ્ત્યને જન્મ આપ્યો. આ રીતે નતાશાનું કરિયર અટકી ગયું. કદાચ એક કારણ એ હોઈ શકે કે નતાશા જે ઈચ્છા પૂરી કરવા ભારત આવી હતી તે લગ્ન પછી પૂરી ન થઈ શકી જે કદાચ તેમના છૂટાછેડાનું કારણ બની.

હાર્દિક પંડ્યાનું બેદરકાર વલણ
હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના સૌથી રોમાંચક ક્રિકેટરોમાંથી એક છે. મેદાનની અંદર હોય કે બહાર તેનો એક અલગ જ સ્વેગ છે. જ્યારે તે ક્રિકેટ નથી રમતો ત્યારે તે પાર્ટીમાં વ્યસ્ત રહે છે અને બેફિકરાઈથી હરે ફરે છે. એકંદરે હાર્દિક લગ્ન પછી પણ તેની શૈલી બદલી શક્યો નહિ. આવી સ્થિતિમાં નતાશાને અસુરક્ષાની લાગણી થઈ હશે. આ પણ કદાચ તેમના છૂટાછેડાનું કારણ હોઇ શકે.

T20 વર્લ્ડ કપ પહેલા હાર્દિકનું ઘટતુ સ્ટારડમ
T20 વર્લ્ડ કપ પહેલા હાર્દિક પંડ્યા તેની કારકિર્દીના ખૂબ જ ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યો હતો. ODI વર્લ્ડ કપમાં ઈજાના કારણે તે ટૂર્નામેન્ટમાંથી અધવચ્ચે જ બહાર થઈ ગયો હતો. આ પછી તે IPLમાં પાછો ફર્યો. તે મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન બન્યો. જો કે તેને એ સમયે ઘણો ટ્રોલ કરવામાં આવ્યો હતો. આ બધા સાથે સાથે તેનું બેટ પણ સાથ નહોતુ આપી રહ્યુ. આવી સ્થિતિમાં, એવું કહેવામાં આવી રહ્યું હતું કે હાર્દિકની કારકિર્દી ખતમ થવા જઈ રહી છે, પરંતુ તેણે T20 વર્લ્ડ કપમાં જોરદાર વાપસી કરીને તેની ડૂબતી કારકિર્દી બચાવી લીધી, પરંતુ કદાચ ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ચૂક્યું હતું. હાર્દિકનું ઘટી રહેલ સ્ટારડમ પણ છૂટાછેડાનું કારણ હોઇ શકે.

પરસ્પર અણબનાવ
હાર્દિક અને નતાશા વચ્ચે કેટલો પ્રેમ હતો તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે બંનેએ બે વાર લગ્ન કર્યા હતા. બીજા લગ્નના એક વર્ષ પછી જ બંને વચ્ચે કંઈક એવું બન્યું હશે જે કદાચ તેમના વિચારો સાથે મેળ ખાતું ન હોય. બંને સોશિયલ મીડિયા પર એકબીજાને અવગણવા લાગ્યા. બંને જાહેર કાર્યક્રમોમાં પણ સાથે જોવા મળતા નહોતા. આ તમામ બાબતો સૂચવે છે કે બંને વચ્ચે લાંબા સમયથી કોઈ મુદ્દે અણબનાવ હતો જે હવે છૂટાછેડામાં બદલાઇ ગયો.

Shah Jina