હાર્દિક પંડ્યા અને નતાશા સ્ટેનકોવિકે પોતાનો 4 વર્ષનો સંંબંધ ખત્મ કરી દીધો છે. તેમણે અલગ થવાનો નિર્ણય કેમ લીધો તેનું કારણ હાલ સામે આવ્યુ નથી, પણ તેમની લવ સ્ટોરી ઘણી અલગ હતી. ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ખેલાડી હાર્દિક પંડ્યા અને અભિનેત્રી તેમજ સર્બિયન મોડલ નતાશા સ્ટેનકોવિકે લાંબા સમયથી ચાલી રહેલી છૂટાછેડાની અટકળો પર આખરે પોતાનું મૌન તોડ્યું છે. 18 જુલાઈ 2024ના રોજ બંનેએ પોતપોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક પોસ્ટ શેર કરી છૂટાછેડાની જાહેરાત કરી.
બંને વચ્ચે લગભગ 6 મહિનાથી અણબનાવ ચાલી રહ્યો હતો, જે બાદ હાર્દિક અને નતાશાએ ખુદ આ સમાચારની પુષ્ટિ કરી અને લાખો ચાહકોના દિલ તોડી નાખ્યા. છૂટાછેડાની જાહેરાત પહેેલા અભિનેત્રીને તેના પુત્ર સાથે એરપોર્ટ પર સ્પોટ કરવામાં આવી હતી. અહેવાલો અનુસાર, નતાશા તેના પુત્ર અગસ્ત્ય સાથે તેની માતાના ઘરે ગઈ છે. નતાશા અને હાર્દિકની લવ સ્ટોરી ખૂબ અલગ છે. હાર્દિક-નતાશાની લવ સ્ટોરી 2018માં શરૂ થઈ હતી. બંને મુંબઈની એક નાઈટ ક્લબમાં હતા જ્યાં તેમની મિત્રતા શરૂ થઈ હતી.
હાર્દિકને પહેલી નજરમાં જ નતાશા સાથે પ્રેમ થઈ ગયો હતો. જો કે તે સમયે અભિનેત્રીને ખબર નહોતી કે હાર્દિક એક ભારતીય ક્રિકેટ ખેલાડી છે. આ વાતનો ખુલાસો ખુદ હાર્દિકે એક ઈન્ટરવ્યુમાં કર્યો હતો. પહેલી મુલાકાત બાદ બંને વચ્ચે ધીમે-ધીમે વાતચીત શરૂ થઈ અને આ મુલાકાત બાદ હાર્દિકે નતાશાનો પરિચય તેના પરિવાર સાથે કરાવ્યો. તેણે અભિનેત્રીને તેના જન્મદિવસ અને દિવાળી પર આમંત્રણ આપ્યું હતું. હાર્દિક અને નતાશા ઘણીવાર પાર્ટીઓમાં સાથે જોવા મળતા હતા. જેમ જેમ બંનેની તસવીરો સામે આવવા લાગી, તેમના અફેરની ચર્ચાઓ શરૂ થઇ ગઇ.
મિત્રતા બાદ હાર્દિક અને નતાશા એકબીજાના પ્રેમમાં પડ્યા અને લગ્ન કરવાનું નક્કી કર્યું. વર્ષ 2020માં હાર્દિકે અભિનેત્રીને ફિલ્મી સ્ટાઈલમાં પ્રપોઝ કરીને બધાને ચોંકાવી દીધા હતા. તેણે યોટ પર નતાશાને રિંગ પહેરાવી હતી અને લગ્ન માટે પ્રપોઝ કર્યું હતુ, જેની તસવીરો અને વીડિયો પણ સોશિયલ મીડિયા પર સામે આવ્યા હતા. જો કે કોરોના લોકડાઉન દરમિયાન હાર્દિક અને નતાશાએ લગ્નની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને બધાને ચોંકાવી દીધા હતા.
વર્ષ 2020માં કપલે કોર્ટ મેરેજ કર્યા, પરંતુ બંને હેડલાઇન્સમાં ત્યારે આવ્યા જ્યારે સમાચાર આવ્યા કે નતાશા લગ્ન પહેલા જ ગર્ભવતી બની હતી અને આ કારણે જ બંનેએ લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો. વર્ષ 2020માં પુત્ર અગસ્ત્યના જન્મના ત્રણ વર્ષ પછી વર્ષ 2023માં હાર્દિક અને નતાશાએ ફરી એકવાર લગ્ન કરવાનો નિર્ણય કર્યો. બંનેએ પહેલા હિંદુ અને પછી ક્રિશ્ચિયન રીતિ-રિવાજ પ્રમાણે ઉદયપુરમાં ધામધૂમથી લગ્ન કર્યા. આ પછી બંનેની લાઈફ પરફેક્ટ ચાલી રહી હતી.
પરંતુ 2024ની IPL દરમિયાન હાર્દિક અને નતાશા વચ્ચે અણબનાવના સમાચાર સામે આવ્યા. શરૂઆતમાં તો તેને PR સ્ટંટ ગણવામાં આવ્યો પણ આ અફવાઓને ત્યારે વેગ મળ્યો જ્યારે અચાનક નતાશાએ હાર્દિક સાથેના લગ્નની તમામ તસવીરો ઈન્સ્ટાગ્રામ પરથી હટાવી દીધી અને સાથે સાથે પંડ્યા સરનેમ પણ નામમાંથી હટાવી દીધી. આ પછી આખરે 18 જુલાઇએ હાર્દિક અને નતાશાએ પરસ્પર સહમતિથી અલગ થવાનો નિર્ણય ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો.
View this post on Instagram