છૂટાછેડા બાદ દીકરા સાથે હાર્દિકની EX ઘરવાળી નતાશા સ્ટેનકોવિક પિયર સર્બિયામાં આ શું કામ કરી રહી છે? જોઈને ચોંકી ઉઠશો

ભારતીય ક્રિકેટર હાર્દિક પંડ્યાએ સર્બિયન મોડલ નતાશા સ્ટેનકોવિક સાથે 18 જુલાઇએ સત્તાવાર રીતે છૂટાછેડાની જાહેરાત કરી. આ પછી થોડા કલાકો બાદ નતાશાએ ઇન્સ્ટાગ્રામ પર સ્ટોરી શેર કરી જેમાં પુત્ર અગસ્ત્ય જોવા મળ્યો. હાર્દિક સાથે છૂટાછેડા બાદ નતાશા તેના હોમટાઉન એટલે કે સર્બિયા પહોંચી છે.

નતાશાએ ઇન્સ્ટા પર ઘણી સ્ટોરી પોસ્ટ કરી છે જેમાંથી એકમાં તેનો પુત્ર અગસ્ત્ય ગાર્ડનમાં બોલ સાથે રમતો જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત નતાશાએ સાયકલ ચલાવતો વીડિયો પણ શેર કર્યો છે અને જીમની અંદર વર્કઆઉટ કરતી તસવીર પણ શેર કરી છે. જણાવી દઇએ કે, હાલમાં જ નતાશા અગસ્ત્ય સાથે મુંબઈ એરપોર્ટ પર જોવા મળી હતી, જ્યાં તે મીડિયાના લોકોને ટાળીને મુંબઈ એરપોર્ટની અંદર ગઈ હતી.

આ પછી નતાશા અને હાર્દિકે પોતપાતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ પર જણાવ્યું કે તેઓએ લગ્નના 4 પછી અલગ થવાનો નિર્ણય લીધો છે. હાલમાં નતાશા સર્બિયામાં પુત્ર અગ્સ્ત્ય સાથે છે. પરંતુ હાર્દિક અને નતાશાએ જણાવ્યુ કે તેઓ બંને અગસ્ત્યના જીવનમાં ખુશી લાવવા માટે દરેક શક્ય પ્રયાસ કરશે.

ઉલ્લેખનીય છે કે હાર્દિક પંડ્યા અને નતાશા સ્ટેનકોવિકે 2020માં લોકડાઉન દરમિયાન લગ્ન કર્યા હતા. જો કે ફેબ્રુઆરી 2023માં બંનેએ ફરીથી હિન્દુ અને ખ્રિસ્તી બંને ધર્મના રીતિ-રિવાજ મુજબ ધામધૂમથી લગ્ન કર્યા.

Shah Jina