આ કોણ છોકરી છે જેણે એક લાખની માગણી કરી અને હાર્દિક પંડ્યાએ દિલથી આપ્યા 5 લાખ, જાણો સમગ્ર મામલો
હાર્દિક પંડ્યા હાલમાં પત્ની નતાશાથી અલગ થવાના સમાચારને લઈને ચર્ચામાં છે. નતાશાના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પરથી થોડા સમય પહેલા જ સંકેત મળ્યો હતો કે બંને વચ્ચે ચોક્કસપણે કંઈ અણબનાવ છે. આ સમાચાર વાયરલ થયાના ઘણા દિવસો બાદ પણ નતાશા અને હાર્દિક તરફથી કોઈ નિવેદન આપવામાં આવ્યું નહોતુ. જો કે 18 જુલાઇએ બંનેએ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી આ વાતની પુષ્ટિ કરી.
એક તરફ હાર્દિકના છૂટાછેડાની ખબરો જોર પકડી રહી છે તો બીજી તરફ 2023માં હિંદુ અને ક્રિશ્ચયન રીતિ રિવાજો મુજબ ફરીથી લગ્નના બંધનમાં બંધાનાર હાર્દિક અને નતાશાના લગ્નનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વિડિયો જૂતા ચોરાઇની રસ્મનો છે. જેમાં હાર્દિક ખુલ્લેઆમ પૈસા ખર્ચતો જોવા મળી રહ્યો છે.
જ્યારે ક્રિકેટર પાસેથી એક યુવતિ એક લાખ રૂપિયાની માંગ કરે છે, ત્યારે હાર્દિક સીધા જ તેના પાંચ ગણા એટલે કે 5 લાખ 1 રૂપિયા ભેટ તરીકે આપે છે. હવે આ વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે. કેટલાક લોકો એવી કમેન્ટ કરી રહ્યા છે કે હાર્દિકે હવે વ્યાજ સહિત આ પૈસા પાછા લેવા જોઈએ. તમને જણાવી દઇએ કે આ વીડિયોમાં જે યુવતિ છે તે હાર્દિક પંડ્યાની ભાભી એટલે કે કૃણાલ પંડ્યાની પત્ની પંખુરી શર્મા છે.
View this post on Instagram