નતાશા સાથે છૂટાછેડા બાદ આ એક્ટ્રેસ સાથે વાયરલ થયો હાર્દિક પંડ્યાનો વીડિયો, ચાહકો બોલ્યા- અંબાણીએ બનાવી દીધી જોડી…
હાર્દિક પંડ્યા અને નતાશા સ્ટેનકોવિક છેલ્લા ઘણા સમયથી તેમના સંબંધોને કારણે ચર્ચામાં છે. તેમના અલગ થવાની ચર્ચાએ ત્યારે જોર પકડ્યું જ્યારે નતાશા IPL મેચો અને T20 વર્લ્ડ કપ ટૂર્નામેન્ટમાં જોવા નહોતી મળી. લગભગ દરેક વ્યક્તિ બંનેના અલગ થવાની જ વાત કરી રહી હતી. કપલે પણ આ બાબતે લાંબા સમય સુધી મૌન જાળવ્યું હતું.
જો કે, આ વચ્ચે ગત રોજ હાર્દિકે પોતે આગળ આવી તેના છૂટાછેડાની જાહેરાત કરી અને તમામ અફવાઓનો અંત લાવ્યો. નતાશા અને હાર્દિકના છૂટાછેડા વચ્ચે હાર્દિકનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નનો છે. આ વીડિયોમાં ક્રિકેટર હાર્દિક બોલિવૂડ એક્ટ્રેસ અનન્યા પાંડે સાથે જોરદાર ડાન્સ કરતો જોવા મળી રહ્યો છે.
તાજેતરમાં જ નતાશા અને હાર્દિકે પોતપોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર છૂટાછેડાની જાહેરાત કરીને ચાર વર્ષના લગ્નજીવનનો અંત આણ્યો. નતાશા અને હાર્દિકની છૂટાછેડાની પોસ્ટે ચાહકોનું દિલ તોડી નાખ્યું હતું. જો કે આ વચ્ચે હાર્દિક પંડ્યાનો અનન્યા પાંડે સાથેનો ડાંસ વીડિયો વાયરલ થતા યુઝર્સ અલગ અલગ પ્રકારની કોમેન્ટ્સ કરી રહ્યા છે.
વીડિયોમાં તમે જોઈ શકો છો કે અનન્યા યલો લહેંગામાં હાર્દિક પંડ્યા સાથે ડાન્સ કરતી જોવા મળી રહી છે. વીડિયો જોઇ ઘણા લોકો તો એવું કહી રહ્યા છે કે અંબાણીએ બનાવી દીધી અનન્યા અને હાર્દિકની જોડી. જો કે,ઘણા તો એમ પણ કહી રહ્યા છે કે બંને એકસાથે ખૂબ જ સારા લાગી રહ્યા છે.
View this post on Instagram