પહેલીવાર દીકરા અકાય સાથે જોવા મળ્યા વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા, વીડિયો થયો વાયરલ
ભારતીય ટીમનો સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી T20 વર્લ્ડ જીત્યા બાદ લંડનમાં પરિવાર સાથે છુટ્ટી વીતાવી રહ્યો છે. ત્યારે આ વચ્ચે ગુરુવારે વિરાટ કોહલીનો એક વીડિયો વાયરલ થયો હતો. આ વીડિયોમાં તે તેના પુત્ર અકાય કોહલી અને પત્ની અનુષ્કા શર્મા સાથે જોવા મળી રહ્યો છે. આ વિડીયો વાયરલ થયા બાદ ચાહકોને પહેલીવાર અકાયની ઝલક જોવા મળી હતી.
T20 વર્લ્ડ કપ બાદ વિરાટ તેના પરિવાર સાથે લંડનમાં છે, જ્યાં તે ક્વોલિટી ટાઈમ વિતાવી રહ્યો છે. આ દરમિયાન વિરાટ અને અનુષ્કાનો લંડનની સડકો પર લટાર મારતો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. કપલ તેમના દીકરા સાથે ફૂલની દુકાનની બહાર ઉભા છે. અકાય વિરાટના ખોળામાં જોવા મળી રહ્યો છે.
ક્લિપમાં અકાયનો ચહેરો નથી જોવા મળી રહ્યો પરંતુ અકાયની એક ઝલક જોતા ચાહકોની ખુશીની કોઈ સીમા નથી રહી. ફેન્સ આ વીડિયો પર કોમેન્ટ કરીને પોતાની ખુશી પણવ્યક્ત કરી રહ્યા છે. વિરાટ, અનુષ્કા અને અકાયની આ વીડિયો ક્લિપ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે.
જણાવી દઈએ કે વિરાટ અને અનુષ્કા શર્માએ એક સંયુક્ત પોસ્ટ દ્વારા ફેબ્રુઆરીમાં પુત્ર અકાયના જન્મની જાહેરાત કરી હતી. તેણે લખ્યુ હતુ- “અમે દરેકને જણાવતા આનંદ અનુભવીએ છીએ કે 15 ફેબ્રુઆરીએ અમે અમારા બાળક અકાય અને વામિકાના નાના ભાઈનું આ દુનિયામાં સ્વાગત કર્યું છે, અમે અમારા જીવનના આ સુંદર સમયે તમારા આશીર્વાદ અને શુભેચ્છાઓ માંગીએ છીએ.”
Akaay Kohli in his Papa’s Lap. 🩷 pic.twitter.com/dvj7RG76s8
— Virat Kohli Fan Club (@Trend_VKohli) July 18, 2024