છૂટાછેડા બાદ નતાશાને સંપત્તિનો કેટલો હિસ્સો આપશે હાર્દિક પંડ્યા? વીડિયોમાં કર્યો ખુલાસો
Natasa-Hardik Divorce : 4 વર્ષના લગ્ન જીવન બાદ ક્રિકેટર હાર્દિક પંડ્યા અને મોડલ તેમજ અભિનેત્રી નતાશા સટેન્કોવિક હવે અલગ થઇ ગયા છે. હાર્દિક પંડ્યાએ ગઈકાલે એટલે કે 18 જુલાઈના રોજ એક પોસ્ટ દ્વારા પોતાના અલગ થવાની જાહેરાત કરી હતી. આ ખબર સાંભળીને ચાહકો પણ ચોંકી ગયા હતા, પરંતુ ઘણા લોકોને છેલ્લા લાંબા સમયથી હાર્દિક અને નતાશા વચ્ચે કઈ સારું નથી તેનો અણસાર તો આવી જ ગયો હતો. કારણ કે બંને છેલ્લા ઘણા સમયથી સાથે નહોતા.
ત્યારે હવે આ બધા વચ્ચે એ ચર્ચાએ જોર પકડ્યું છે કે છૂટાછેડા બાદ હાર્દિકને પોતાની પ્રોપર્ટીમાંથી કેટલા ટકા હિસ્સો નતાશાને આપવો પડશે ? જો કે હાર્દિક પંડ્યા તેની વાઈફને કેટલા પૈસા આપશે તેનો નિર્ણય તો કોર્ટ દ્વારા કરવામાં આવશે. પરંતુ હાર્દિક પંડ્યાએ થોડા વર્ષો પહેલા આપેલા એક ઇન્ટરવ્યૂની અંદર પોતાની પ્રોપર્ટી કોના નામે છે એ વિશેની વાત જણાવી હતી.
હાર્દિક પંડ્યાએ આ વાત ગૌરવ કપૂરના બ્રેકફાસ્ટ વિથ ચેમ્પિયન શો પર કરી હતી, જેમાં તેને જણાવ્યું હતું કે તેની પ્રોપર્ટી તેની મમ્મીના નામ પર છે. તેની જ નહિ તેના પપ્પા અને તેના ભાઈની પ્રોપર્ટીમાં પણ તેની મમ્મીનો જ ભાગ છે, હાર્દિકે આ સાથે એમ પણ જણાવ્યું હતું કે તે ભવિષ્યમાં તેની 50% રકમ કોઈને આપવા માંગતો નથી. જો કે હાર્દિકે તે સમયે આ વાત મજાકમાં કરી હશે, પરંતુ આજે તે સાચા જેવી જ સાબિત થઇ છે. ત્યારે આ વીડિયો પણ હવે સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.
હાર્દિક અને નતાશાના લગ્ન બાદ બંનેને એક દીકરો પણ છે, જેનું નામ અગત્સ્ય છે. હાર્દિકે પોતાની પોસ્ટમાં જણાવ્યું છે કે તે અગત્સ્યની દેખરેખ સાથે મળીને રાખશે. જો કે હાલમાં નતાશા તેના પિયર ચાલી ગઈ છે અને દીકરો અગત્સ્ય પણ નતાશાની સાથે જ છે, જેના પરથી એમ લાગી રહ્યું છે કે દીકરા અગત્સ્યની કસ્ટડી હાલ નતાશા પાસે જ રહેવાની છે.
Hardik Pandya, you have my respect for this. 🫡 https://t.co/FvJMPzwtdh pic.twitter.com/6L6Myb7zCA
— Selfless⁴⁵ (@SelflessRohit) July 12, 2024