રિયલ લાઇફમાં ખૂબ જ ગ્લેમરસ છે ‘મિર્ઝાપુર’ની સલોની ભાભી, અદાઓ જોઇ 100% રહી જશો હેરાન

રિયલ લાઇફમાં ખૂબ જ ગ્લેમરસ છે ‘મિર્ઝાપુર’ની સલોની ભાભી, હોટ ફિગર જોઈને 100% રહી જશો હેરાન, જુઓ PHOTOS

OTTની દુનિયાની સૌથી લોકપ્રિય વેબ સિરીઝ ‘મિર્ઝાપુર’ની ત્રીજી સિઝન તાજેતરમાં જ રિલીઝ થઈ છે અને શોની આ સિઝન રિલીઝ થઈ ત્યારથી જ ચર્ચામાં છે. લોકોને આ સીરીઝના ઘણા પાત્રો પસંદ આવી રહ્યા છે, જેમાંથી એક છે ‘સલોની ભાભી’. વેબ સિરીઝમાં સલોની ભાભીની સાદગી અને સુંદરતાએ દર્શકોના દિલ જીતી લીધા છે.

પરંતુ શું તમે સલોની ભાભીનું પાત્ર ભજવનાર અભિનેત્રીને જાણો છો ? જો ના તો ચાલો તમને પરિચય કરાવીએ… મિર્ઝાપુરની સલોની ભાભી રિયલ લાઈફમાં એકદમ બોલ્ડ અને ગ્લેમરસ છે, જેનો પુરાવો તેનું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ છે. આ એક્ટ્રેસનું નામ છે નેહા સરગમ… પર્સનલ લાઈફની વાત કરીએ તો એક્ટ્રેસ બિહારના પટનાની રહેવાસી છે.

તેણે પટનાથી જ સ્કૂલિંગ અને ગ્રેજ્યુએશન કર્યું હતું. આ સિવાય તેણે એડવર્ટાઈઝિંગ એન્ડ સેલ્સ પ્રમોશનની માસ્ટર ડિગ્રી પણ મેળવી છે. આજે ટીવી ઈન્ડસ્ટ્રીમાં જાણીતું નામ બની ગયેલી નેહાનું સપનું હતું અભિનેત્રી બનવાનું નહીં પણ સિંગર બનવાનું હતુ.

અભિનેત્રી એક પ્રશિક્ષિત ક્લાસિકલ સિંગર છે અને તે સિંગર બનવા માટે જ મુંબઈ આવી હતી. નેહાએ સિંગિંગ રિયાલિટી શો ઈન્ડિયન આઈડલ સીઝન 2 અને 4 માટે ઓડિશન પણ આપ્યું હતું, પરંતુ અભિનેત્રી બનવું તેના નસીબમાં લખ્યું હશે.

તેણે વર્ષ 2010માં ટીવીની દુનિયામાં પ્રવેશ કર્યો હતો, ત્યારબાદ તેણે ક્યારેય પાછું વળીને જોયું નથી. તેણે મિર્ઝાપુરની ત્રીજી સિઝનમાં સલોની ભાભીનું પાત્ર ભજવ્યું છે, જે દર્શકોને ખૂબ જ પસંદ આવી રહ્યું છે.

Shah Jina