પત્ની એશ્વર્યા રાયથી અલગ થઇ રહ્યો છે અભિષેક બચ્ચન ? એવું મોટું સંકેત મળ્યું કે તમારું મગજ ચકરાઈ જશે, જાણો સમગ્ર મામલો
અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય બચ્ચન બંને બોલિવૂડના પ્રખ્યાત સ્ટાર્સમાંથી એક છે. બચ્ચન પરિવાર અને તેમની વહુ વચ્ચે બધુ બરાબર નથી. આ સમાચાર છેલ્લા કેટલાય મહિનાઓથી ચાલી રહ્યા છે.
તાજેતરમાં જ આ અટકળોને બળ મળ્યું જ્યારે ઐશ્વર્યા તેની પુત્રી આરાધ્યા સાથે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નમાં એકલી પહોંચી. જો કે, ઈવેન્ટમાંથી તસવીરો સામે આવી છે, જેમાં અભિષેક તેની પત્ની અને પુત્રી સાથે જોવા મળ્યો હતો. અંબાણી ફંક્શનમાં હાજરી આપ્યા બાદ તાજેતરમાં જ ઐશ્વર્યા તેની પુત્રી સાથે સ્પોટ થઇ હતી. તેના ઘર ગયાના થોડા કલાકો બાદ જ જુનિયર બીએ કંઈક એવું કર્યું જે ચર્ચામાં છે.
અભિષેક બચ્ચન સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે. તાજેતરમાં જ તેણે સોશિયલ મીડિયા પર એક પોસ્ટને લાઈક કરીને લોકોનું ધ્યાન આકર્ષિત કર્યું હતું, જેમાં છૂટાછેડાની મુશ્કેલીઓ અને ‘ગ્રે ડિવોર્સ’ના વધતા વલણ વિશે ચર્ચા કરવામાં આવી હતી. એક્ટરના આ પગલાએ સોશિયલ મીડિયા પર સનસનાટી મચાવી દીધી છે. વાસ્તવમાં અભિષેક બચ્ચને સોશિયલ મીડિયા પર એક પોસ્ટને લાઈક કરી હતી, જે છૂટાછેડા અને તૂટેલા હૃદય સાથે સંબંધિત હતી. લેખિકા હીના ખંડેલવાલે સોશિયલ મીડિયા પર એક તસવીર સાથે આ પોસ્ટ શેર કરી હતી.
જેમાં લખ્યું હતુ- ‘જ્યારે પ્રેમ આસાન થવાનું બંધ થઇ જાય, જે કપલના લગ્ન થઇ ચૂક્યા છે અને તે હવે અલગ રહી રહ્યા છે. કઇ વસ્તુએ તેમને આ નિર્ણય માટે પ્રેરિત કર્યા છે અને ગ્રે છૂટાછેડા કેમ વધી રહ્યા છે ? તેણે વધતા છૂટાછેડાના મામલા પર લેખના આ કેપ્શન સાથે પોસ્ટ શેર કરી હતી, જેમાં તેમણે લખ્યુ- ‘છૂટાછેડા કોઈના માટે સરળ નથી હોતા. કોણ હંમેશા માટે સુથી રહેવાનું સપનું નથી જોતુ કે રસ્તો પાર કરતા સમયે હાથ પકડી ચાલવાવાળા વૃદ્ધ કપલના તે હ્રદયસ્પર્શી વીડિયોને ફરી બનાવવાની કલ્પના નથી કરતુ ? તો પણ ક્યારેક ક્યારેક જીવન એવું નથી હોતુ જેવી આપણે આશા કરીએ છે.
જ્યારે લોકો પોતાના જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ મોટી અને નાની એમ બંને વસ્તુઓ માટે એકબીજા પર નિર્ભર રહ્યા બાદ દાયકાઓ સુધી એકસાથે રહ્યા બાદ અલગ થઇ જાય છે, તો તેનો સામનો કેવી રીતે કરે છે ? તેમને સંબંધ તોડવા માટે શું પ્રેરિત કરે છે અને કયા પડકારોોનો સામનો કરવો પડે છે ?
આ કહાની એ સવાલો પર પ્રકાશ પાડેછે. સંયોગથી ‘ગ્રે ડિવોર્સ’ કે’સિલ્વર સ્પ્લિટર્સ’ સામાન્ય રીતે 50 વર્ષની ઉંમર પછી છૂટાછેડા લેવા માગતા લોોકો માટે શબ્દ, જે વિશ્વ સ્તર પર વધી રહ્યા છે. જો કે કારણો અલગ અલગ છે, પરંતુ તે આશ્ચર્યજનક નથી.’ ત્યારે અભિષેક બચ્ચને આ પોસ્ટ લાઇક કર્યા બાદ તેના અને ઐશ્વર્યાના અલગ થવાના સમાચારે જોર પકડ્યું.
View this post on Instagram