મહેન્દ્રસિંહ ધોનીના જન્મ દિવસ પર પત્ની સાક્ષી માહીને પગે લાગી, અડધી રાત્રે કાપી કેક, સલમાન ખાન બન્યો મુખ્ય મહેમાન, જુઓ

વાહ.. ધોનીના જન્મ દિવસે કેક ખવડાવતા જ ચરણસ્પર્શ કરતા જોવા મળી પત્ની સાક્ષી, લોકોએ કર્યા પેટ ભરીને વખાણ, જુઓ વીડિયો

Sakshi Dhoni Touch Husband Feet : ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન અને વિશ્વ રમતગમતના સૌથી પ્રતિષ્ઠિત નામોમાંથી એક મહેન્દ્ર સિંહ ધોની ગઈકાલે 7 જુલાઈના રોજ 43 વર્ષના થયા. સોશિયલ મીડિયા પર ‘થાલા’ને જન્મદિવસની શુભેચ્છાઓનું પૂર આવ્યું છે. માહીએ અડધી રાત્રે તેના જન્મદિવસની કેક કાપી અને આ દરમિયાન સાક્ષીએ તેની પત્નીત્વની ફરજ પૂરી કરીને ધોનીને પગે લાગી. આ નાનકડી કેક કટિંગ સેરેમની દરમિયાન બોલિવૂડના ‘ભાઈજાન’ એટલે કે સલમાન ખાન પણ ત્યાં હાજર હતો. ધોનીએ સલમાનને કેક પણ ખવડાવી હતી.

સાક્ષીએ ધોનીના જન્મદિવસની ઉજવણીનો એક વીડિયો શેર કર્યો હતો, જેમાં બર્થડે બોય કેક કાપે છે અને પહેલા તેની પત્નીને એક ટુકડો ખવડાવે છે. આ સમય દરમિયાન એક વસ્તુ જેણે દરેકનું ધ્યાન ખેંચ્યું તે હતું સાક્ષીએ તેના પતિના ચરણ સ્પર્શ કર્યા. જે આ કપલની રસપ્રદ અને પ્રેમાળ કેમિસ્ટ્રીની ઝલક આપે છે. આ જન્મદિવસની પાર્ટી દરમિયાન એક મોટી જાહેરાત કરવામાં આવી હતી કે ધોનીની બાયોપિક ‘ધોની: અનટોલ્ડ સ્ટોરી’ નામની ફિલ્મ જુલાઈ 2024માં સિનેમાઘરોમાં ફરીથી રિલીઝ થશે.

પૂર્વ ભારતીય ક્રિકેટર અને કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીની સફર પર આધારિત આ ફિલ્મમાં સુશાંત સિંહે મુખ્ય પાત્ર ભજવ્યું છે. દુનિયાને અલવિદા કહી ચૂકેલા સુશાંત રાજપૂત ઉપરાંત કિયારા અડવાણી અને દિશા પટણી પણ મુખ્ય ભૂમિકામાં છે. ધોની થોડા કલાકો પહેલા એશિયાના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના સંગીત સમારોહમાં તેની પત્ની સાથે જોવા મળ્યો હતો. આવી સ્થિતિમાં, સંપૂર્ણ આશા છે કે આ જન્મદિવસની ઉજવણી પણ તે જ જગ્યાએ થઇ હશે જ્યાં તમામ સ્ટાર્સને રહેવાની વ્યવસ્થા કરવામાં આવી છે.

સલમાન ખાને તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર ધોનીની કેક કટિંગ સેરેમનીની તસવીર પણ અપલોડ કરી છે. તે એમ પણ લખે છે કે, ‘હેપ્પી બર્થ ડે કેપ્ટન સાહેબ!’ એનએમએસીસી ખાતે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના સ્ટાર-સ્ટડેડ કોન્સર્ટમાં સલમાન ખાન, બાદશાહ, રણવીર સિંહ, અનન્યા પાંડે અને સારા અલી ખાન જેવી હસ્તીઓના પરફોર્મન્સ દર્શાવવામાં આવ્યા હતા. આ દરમિયાન ભારતીય ક્રિકેટર રોહિત શર્મા, હાર્દિક પંડ્યા અને સૂર્ય કુમાર યાદવ પણ હાજર હતા.

 

View this post on Instagram

 

A post shared by Sakshi Singh (@sakshisingh_r)

Niraj Patel