ભારતીય ટીમના ભૂતપૂર્વ સ્ટાર ઓલરાઉન્ડર ખેલાડી યુવરાજ સિંહે કર્યા અભિષેક શર્માના વખાણ, વીડિયોમાં બતાવી કારકિર્દીની ઝલક, જુઓ

હવેથી રોજ રાશિફળ,જોક્સ-સુવિચાર,ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા → અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ગ્રુપમાં.

ઝિમ્બામ્બે સામે જીતની સદી ફટકારનાર અભિષેક શર્માની સંઘર્ષ ગાથા યુવરાજ સિંહે કરી શેર, વીડિયોમાં બતાવ્યો કઠોર પરિશ્રમ કરતા, જુઓ

Yuvraj Singh Congratulated Abhishek Sharma : ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે ચાલી રહેલી પાંચ મેચોની T20 શ્રેણીની બીજી મેચમાં રવિવારે અભિષેક શર્માએ શાનદાર સદી ફટકારી હતી. મેન્ટર યુવરાજ સિંહે તેના જોરદાર પ્રદર્શન બદલ અભિનંદન પાઠવ્યા હતા. ભૂતપૂર્વ ઓલરાઉન્ડરે યુવા બેટ્સમેનનો એક ખાસ વીડિયો પોસ્ટ કર્યો છે, જેમાં તે નેટ્સ પર પ્રેક્ટિસ કરતો જોવા મળે છે.

ઝિમ્બાબ્વે વિરૂદ્ધ પ્રથમ T20 મેચમાં પોતાની T20 ઇન્ટરનેશનલ ડેબ્યૂ કરનાર ઓપનર અભિષેક શર્માએ બીજી T20માં જોરદાર બેટિંગ કરી હતી. અભિષેકે 47 બોલમાં સાત ચોગ્ગા અને આઠ છગ્ગાની મદદથી 100 રન બનાવ્યા હતા. ભારત માટે અભિષેકની આ પ્રથમ સદી છે. શનિવારે ઝિમ્બાબ્વે સામેની પ્રથમ મેચમાં અભિષેક શૂન્ય રને આઉટ થયો હતો.

આ સાથે અભિષેક ઝિમ્બાબ્વે વિરૂદ્ધ T20માં ભારત માટે સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન પણ બની ગયો છે, જ્યારે તે T20 ઈન્ટરનેશનલમાં સૌથી ઓછી ઈનિંગ્સમાં સદી ફટકારનાર બેટ્સમેન બની ગયો છે. મેચ બાદ અભિષેકે તેના મેન્ટર યુવરાજ સિંહને વીડિયો કોલ કર્યો હતો. યુવરાજે અભિષેકની આ ઇનિંગની પ્રશંસા કરી હતી. ભૂતપૂર્વ ઓલરાઉન્ડરે તેને અભિનંદન આપતા એક વીડિયો પોસ્ટ કર્યો હતો.

આ સાથે તેણે લખ્યું, “રોમ એક દિવસમાં નથી બન્યું! અભિષેક અભિનંદન. તમારા પ્રથમ આંતરરાષ્ટ્રીય 100 તરફ જવાના માર્ગ પર! હજુ ઘણું બધું આવવાનું છે.” મેચ પછી અભિષેક શર્માએ કહ્યું, “મને લાગ્યું કે જો આજે તમારો દિવસ છે તો તમારે તમારી જાતને વ્યક્ત કરવી જોઈએ. જીવનદાન મળ્યા પછી, મેં વિચાર્યું કે આજનો દિવસ મારો છે અને મારે જવાબદારી લેવી જોઈએ.”

તેણે આગળ કહ્યું, “રિતુ (ઋતુરાજ ગાયકવાડ)એ મને મારી જાતને આરામદાયક રાખવામાં મદદ કરી. મને મોટા શોટ રમવાની મારી ક્ષમતા પર વિશ્વાસ હતો. હું માનું છું કે T20 લય વિશે છે અને મને લાગ્યું કે આજનો દિવસ ખૂબ જ સારો છે. કોચ અને કેપ્ટનનો આભાર. મારામાં વિશ્વાસ રાખવા બદલ.”

 

View this post on Instagram

 

A post shared by Yuvraj Singh (@yuvisofficial)

હવેથી રોજ રાશિફળ,જોક્સ-સુવિચાર,ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા → અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ગ્રુપમાં.

Niraj Patel