ઓસ્ટ્રેલિયાના આ દિગ્ગજ ખેલાડીએ પાછો ખેંચી લીધો સન્યાસ, ચેમ્પિયન ટ્રોફી રમવા માટે લીધો મોટો નિર્ણય, જુઓ

બોલરોને પાણી વગર ધોઈ નાખનારા આ ખેલાડીએ ચેમ્પિયન ટ્રોફી રમવા માટે પાછી ખેંચી લીધી નિવૃત્તિ, જુઓ

David Warner took back retirement : ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ બેટ્સમેન ડેવિડ વોર્નરે T20 વર્લ્ડ કપ 2024 બાદ તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે. ગયા વર્ષે નવેમ્બરમાં ઓસ્ટ્રેલિયાએ વર્લ્ડ કપ જીત્યા બાદ વોર્નરે વનડેમાંથી નિવૃત્તિ લીધી હતી, જ્યારે તેની છેલ્લી ટેસ્ટ જાન્યુઆરીમાં પાકિસ્તાન સામે હતી. તેણે તેની છેલ્લી T20 આંતરરાષ્ટ્રીય મેચ T20 વર્લ્ડ કપ 2024માં ભારત સામે રમી હતી, જેમાં ઓસ્ટ્રેલિયા હારી ગયું હતું.

હવે વોર્નરે નિવૃત્તિમાંથી પરત ફરવાના સંકેત આપ્યા છે અને આવતા વર્ષે પાકિસ્તાનમાં યોજાનારી ચેમ્પિયન્સ ટ્રોફીમાં રમવાની ઈચ્છા પણ વ્યક્ત કરી છે. વોર્નરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટમાં લખ્યું કે, “હું ફ્રેન્ચાઈઝી ક્રિકેટ રમવાનું ચાલુ રાખીશ અને જો પસંદ કરવામાં આવશે તો હું ચેમ્પિયન્સ ટ્રોફીમાં પણ રમવા માટે તૈયાર છું.”

ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમના કેપ્ટન પેટ કમિન્સે વોર્નરની વાપસી વિશે કહ્યું, “તે જાણીને કે તે હજી પણ ક્રિકેટ રમી રહ્યો છે, મને લાગે છે કે હવે કદાચ અન્ય લોકોને (ODI) તક આપવાનો સમય છે. પરંતુ, તમે જાણો છો, ડેવિડ વિશ્વમાં ક્યાંકને ક્યાંક રન બનાવી રહ્યો છે. તેથી તમે ક્યારેય જાણતા નથી કે આ અંત છે.”

નોંધનીય છે કે વોર્નરે 45.30ની એવરેજથી 6932 રન બનાવીને પોતાની ODI કરિયરનો અંત કર્યો હતો જેમાં 22 સદી સામેલ હતી અને તે આ મામલે માત્ર રિકી પોન્ટિંગથી પાછળ છે. વોર્નરે જાન્યુઆરીમાં ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી અને ગયા વર્ષે ODI વર્લ્ડ કપ જીત્યા બાદ તેણે તેને અલવિદા પણ કહ્યું હતું અને એ પણ કહ્યું હતું કે જો જરૂર પડશે તો તે ચેમ્પિયન્સ ટ્રોફી માટે ઉપલબ્ધ રહેશે. ગયા મહિને ટી20 વર્લ્ડ કપમાંથી ઓસ્ટ્રેલિયાની બહાર થયા બાદ તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દીનો અંત આવ્યો હતો.

Niraj Patel