ભારતના સ્ટાર બોલર જસપ્રીત બુમરાહને મળ્યું વધુ એક સન્માન, પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ બાદ હવે ICCએ આ એવૉર્ડ પણ આપ્યો, રોહિત શર્માને છોડ્યો પાછળ, જુઓ
Bumrah got the Player of the Month award : ટીમ ઈન્ડિયાને T20 વર્લ્ડ કપ 2024નો ખિતાબ જીતાડવામાં મહત્વની ભૂમિકા ભજવનાર સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહને હવે વધુ એક એવોર્ડ આપવામાં આવ્યો છે. જસપ્રિત બુમરાહે આ મેચમાં ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માને હરાવ્યો છે, જ્યારે અફઘાનિસ્તાનના રહેમાનુલ્લા ગુરબાઝનું નામ પણ નોમિનેશનમાં સામેલ હતું, પરંતુ અંતે જસપ્રિત બુમરાહે જીત મેળવી હતી. બુમરાહે સમગ્ર ટૂર્નામેન્ટ દરમિયાન ઘાતક બોલિંગ કરી હતી. આ પછી તેણે દક્ષિણ આફ્રિકા સામે છેલ્લી મેચમાં જે બોલિંગ કરી હતી તે ઘણા વર્ષો સુધી યાદ રહેશે.
જસપ્રીત બુમરાહને T20 વર્લ્ડ કપ 2024માં તેના શાનદાર પ્રદર્શન માટે ICC પ્લેયર ઓફ ધ મંથનો એવોર્ડ આપવામાં આવ્યો છે. જસપ્રીત બુમરાહે આ પહેલા T20 વર્લ્ડ કપમાં પણ પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટનો એવોર્ડ જીત્યો હતો. બુમરાહે રોહિત શર્મા અને અફઘાનિસ્તાનના હેમાનુલ્લા ગુરબાઝને પાછળ છોડીને આ એવોર્ડ જીત્યો છે. જસપ્રીત બુમરાહે યુએસએ અને વેસ્ટ ઈન્ડિઝમાં તેનું શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું, તેણે 8.26ની સરેરાશથી 15 વિકેટ લીધી હતી, તેની ઈકોનોમી 4.17 ની આસપાસ હતી.
T20 વર્લ્ડ કપમાં પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટનો એવોર્ડ મેળવવા માટે તે ભારતીય ખેલાડીઓમાં વિરાટ કોહલી સાથે જોડાયો. બુમરાહ ભારત માટે ભરોસાપાત્ર રહ્યો છે કારણ કે તેણે ન્યૂયોર્કમાં તેના T20 વર્લ્ડ કપ અભિયાનની શરૂઆત કરી હતી, તેણે આયર્લેન્ડ સામેની પ્રથમ મેચમાં છ રન આપીને ત્રણ વિકેટ લીધી હતી. ચાર દિવસ બાદ પાકિસ્તાન સામે તેણે 14 રનમાં ત્રણ પાકિસ્તાની બેટ્સમેનોને પેવેલિયન મોકલી દીધા હતા.
તેણે ફરીથી ટૂર્નામેન્ટની સુપર 8માં અદભૂત બોલિંગ કરી. ત્રણ મેચમાં કુલ છ વિકેટ લીધી. આ પછી બુમરાહે ઇંગ્લેન્ડ સામેની સેમિફાઇનલ જીતમાં 12 રનમાં 2 વિકેટ ઝડપી હતી. અગાઉ દક્ષિણ આફ્રિકા સામે બાર્બાડોસમાં રમાયેલી ફાઇનલમાં તેણે માત્ર 18 રનમાં બે બેટ્સમેનોને આઉટ કર્યા હતા. પુરસ્કાર જીત્યા બાદ બુમરાહે કહ્યું કે તે જૂન માટે આઈસીસી મેન્સ પ્લેયર ઓફ ધ મન્થ જાહેર થવાથી ખુશ છે. યુએસએ અને વેસ્ટ ઈન્ડિઝમાં વિતાવેલી કેટલીક યાદગાર ક્ષણો પછી મારા માટે આ એક વિશેષ સન્માન છે.
તેને આગળ કહ્યું કે, “એક ટીમ તરીકે અમારી પાસે ઉજવણી કરવા માટે ઘણું બધું હતું, અને અમે જે રીતે ટુર્નામેન્ટમાં પ્રદર્શન કર્યું અને અંતે ટ્રોફી ઉપાડી તે અદ્ભુત રીતે વિશેષ હતું, અને મને આનંદ થાય છે એ યાદોને હું હંમેશા મારી સાથે રાખીશ. બુમરાહે કહ્યું કે તે તેના કેપ્ટન રોહિત શર્મા અને રહેમાનુલ્લા ગુરબાઝને તેમના શાનદાર પ્રદર્શન માટે અભિનંદન આપવા માંગે છે. વિજેતા તરીકે પસંદ થવા બદલ ગર્વ છે.