“આ લગ્ન નથી સર્કસ છે..” આ મોટા ફિલ્મ મેકરની દીકરીએ અનંત રાધિકાના લગ્નને કહ્યું સર્કસ, લગ્નમાં પણ ના આપી હાજરી

“લગ્ન નહિ સર્કસ છે આ, બધું જ PR માટે થાય છે, મારા આત્મસન્માન માટે હું નથી ગઈ” દિગ્ગજ ફિલ્મ મેકરની દીકરીએ અનંત-રાધિકાના લગ્નને લઈને આપ્યું ચોંકાવનારું નિવેદન

Aaliyah Kashyap Equated Anat Radhika Wedding With Circus :અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ ટૂંક સમયમાં લગ્ન કરવા જઈ રહ્યા છે. જોકે તેમના પ્રી-વેડિંગ ઘણા સમયથી ચાલી રહ્યા છે. છેલ્લા કેટલાક મહિનામાં બંનેના ઘણા પ્રી-વેડિંગ ફંક્શન્સ થયા છે. જો કે, હવે લગ્ન પહેલાની વિધિઓ શરૂ થઈ ગઈ છે. હાલમાં જ સંગીત અને હલ્દી સેરેમની યોજાઈ હતી જેમાં બોલિવૂડના ઘણા સેલેબ્સ સામેલ થયા હતા. હવે આ લગ્નને લઈને અનુરાગ કશ્યપની દીકરી આલિયાએ એવી કમેન્ટ કરી છે જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ છે.

ફિલ્મ નિર્દેશક અનુરાગ કશ્યપની પુત્રી આલિયા કશ્યપે દાવો કર્યો છે કે તેને અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નના કેટલાક ફંક્શનમાં આમંત્રિત કરવામાં આવ્યા હતા, પરંતુ તેણે ‘સ્વ-સન્માન’ના કારણે હાજર ન રહેવાનો નિર્ણય કર્યો હતો. 23 વર્ષની આલિયા કશ્યપે ઇન્સ્ટાગ્રામ પર લગ્નની સરખામણી ‘સર્કસ’ સાથે કરી હતી અને દાવો કર્યો હતો કે અંબાણી પરિવારે કેટલાક લોકોને PR માટે પ્રી-વેડિંગ સેરેમનીમાં આમંત્રિત કર્યા હતા.

હિન્દુસ્તાન ટાઈમ્સના અહેવાલ મુજબ આલિયા કશ્યપે બ્રોડકાસ્ટ ચેનલ ‘ગપ શપ વિથ કશ્યપ’ પર અંબાણીના લગ્નનો ઉલ્લેખ કર્યો હતો.જેમાં તે કહી રહી છે કે અંબાણી લગ્ન એ લગ્ન નથી. આ સમયે તે એક સર્કસ બની ગયું છે. જોકે મને તેનો સ્ટોક કરવામાં મજા આવી રહી છે. આલિયાએ એ પણ જણાવ્યું કે તેને પણ કેટલાક ફંક્શન માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું, પરંતુ તે ગઈ નહોતી. આલિયાએ કહ્યું, ‘મને પણ કેટલીક ઈવેન્ટ્સમાં આમંત્રિત કરવામાં આવી હતી કારણ કે તેઓ PR કરે છે. પરંતુ મેં ના પાડી કારણ કે મારા માટે કોઈના લગ્ન કરતાં મારું થોડું સ્વાભિમાન વધુ મહત્વનું છે.

આલિયાએ વધુમાં કહ્યું કે મને અમીર લોકોનું જીવન ખૂબ જ આકર્ષક લાગે છે, મતલબ કે તેમની પાસે આટલા પૈસા છે, તેનું કરવું શું ? અનંત અને રાધિકાના લગ્નની વાત કરીએ તો જસ્ટિન બીબર પણ તેમના સંગીતમાં આવ્યા હતા. લગ્ન હવે 12મી જુલાઈએ થવા જઈ રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે રવિવારે બંનેના લગ્નનું રિસેપ્શન યોજાશે.

Niraj Patel