હાર્દિક અને નતાશાના છૂટાછેટા વચ્ચે પંડ્યા પરિવારમાં એન્ટ્રી થઇ મિસ્ટ્રી ગર્લની, જાણો કોણ છે આ સુંદર મોડેલ જેને આપ્યા હાર્દિક સાથે પોઝ, જુઓ

Mystery Girl with Hardik Pandya : ભારતીય ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા વર્લ્ડ ચેમ્પિયન બન્યા બાદ દેશ પરત ફર્યો છે. વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાની જીતમાં હાર્દિકે મહત્વની ભૂમિકા ભજવી હતી. છેલ્લા કેટલાક મહિનાઓથી હાર્દિકનું અંગત જીવન ચર્ચામાં છે. હાર્દિકના તેની પત્ની નતાશા સ્ટેનકોવિકથી છૂટાછેડાની અફવાઓ ચાલી રહી છે. T20 વર્લ્ડ કપ બાદ નતાશાએ હાર્દિક માટે સોશિયલ મીડિયા પર કંઈપણ પોસ્ટ કર્યું નથી.

છેલ્લા 6 મહિનાથી હાર્દિક પંડ્યા અને નતાશા સ્ટેનકોવિક વચ્ચે શું ચાલી રહ્યું છે? શા માટે બંને અલગ છે? લગ્નના થોડા વર્ષો પછી તેમની વચ્ચે એવું શું બન્યું કે વાત એટલી ખરાબ થઈ ગઈ? ભારત T20 વર્લ્ડ કપ જીત્યા પછી પણ નતાશાએ હાર્દિક માટે કેમ પોસ્ટ ન કરી? શા માટે નતાશા ઘરે ઉજવણીમાં હાજરી આપી ન હતી? આ બંનેને લઈને ચાહકોના મનમાં ઘણા સવાલો છે.

ત્યારે આ બધા વચ્ચે હાર્દિક સાથે એક મિસ્ટ્રી ગર્લની કેટલીક તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે. આ તસવીરોને મિસ્ટ્રી ગર્લ દ્વારા જ ઇન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવી છે. આ મિસ્ટ્રી ગર્લનું નામ છે પ્રાચી સોલંકી. જે એક ડીઝીટલ ક્રિકેટર અને મેકઓવર આર્ટિસ્ટ છે. પ્રાચી સોશિયલ મીડિયામાં ખુબ જ એક્ટિવ રહે છે અને તેની સુંદર તસવીરો પણ શેર કરતી રહે છે.

પ્રાચી હાર્દિક પંડ્યાની પણ મોટી ફેન છે અને તેને હાર્દિકના બરોડા સ્થિત ઘરની મુલાકાત દરમિયાનની આ તસવીરો શેર કરી છે. જે પોસ્ટ થતાની સાથે જ વાયરલ થઇ ગઈ. પ્રાચીન ઇન્સ્ટાગ્રામ પર 5.5 લાખ કરતા પણ વધુ ફોલોઅર્સ છે. આ સાથે પ્રાચીએ એક રીલ પણ પોસ્ટ કરી છે જેમાં તે હાર્દિક સાથે ટ્યુનીંગ કરતી જોવા મળી રહી છે. આ રિલને પણ 45 મિલિયનથી વધુ વ્યૂઝ મળ્યા છે.

પ્રાચી દ્વારા શેર કરવામાં આવેલી તસવીરોમાં જોવા મળી રહ્યું છે કે પંડ્યા પરિવારમાં તે આવી પહોંચી છે અને હાર્દિક સાથે ફોટો ક્લિક કરાવે છે. હાર્દિક પણ આ સમયે ખુબ જ ખુશ દેખાઈ રહ્યો છે. જેના બાદ તે હાર્દિકના ભાઈ કૃણાલ અને તેની પત્ની સાથે પણ ફોટો ક્લિક કરાવતા જોવા મળી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Prachi Solanki (@ps_29)

મેકઅપ આર્ટિસ્ટ અને સોશિયલ મીડિયા ઈન્ફ્લુઅન્સર પ્રાચી સોલંકી ઈન્સ્ટાગ્રામ પર તેની ખુબસુરત તસવીરો પોસ્ટ કરતી હોય છે અને તેના વીડિયો અવારનવાર વાયરલ થાય છે. જ્યારે હાર્દિક પંડ્યા સાથેની તસવીર વાઈરલ થઈ, ત્યારે સોશિયલ મીડિયા પર ફેન્સે અનુમાન લગાવવાનું શરૂ કર્યું કે હાર્દિક પંડ્યાનું હવે આ છોકરી સાથે અફેર છે. જે બાદ પ્રાચી સોલંકીએ તેના ઈન્સ્ટાગ્રામ પર એક સ્ટોરી શેર કરી છે, જેમાં તેણે કહ્યું છે કે ‘મારા અને હાર્દિક પંડ્યા વચ્ચે કંઈ નથી, તે મેરિડ છે તેને છોકરો છે, હું સિંગલ છું.’

Niraj Patel