ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી હાર્ટ એટેકના મામલાઓ સતત સામે આવી રહ્યા છે. ખાસ કરીને યુવાનોમાં હાર્ટ એટકનું પ્રમાણ વધારે જોવા મળી રહ્યું છે. ત્યારે રોજ બરોજ કોઈના કોઈનું હાર્ટ એટેકથી મોત થવાની ખબર સામે આવતી રહે છે. કોઈનું જીમમાં કસરત કરવા દરમિયાન મોત થતું હોય છે તો કોઈનું ડ્રાઈવિંગ કરતા કે પછી કોઈ રમત રમતા પણ હાર્ટ એટેકથી મોત થયું હોવાનું ખબર સામે આવતી હોય છે, ત્યારે હાલ એક એવી જ ખબર સામે આવી છે, જેમાં ટ્રેકિંગ કરવા ગયેલા યુવકનું હાર્ટ એટેકથી મોત નીપજ્યું છે.
આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસારવાલોડ તાલુકાના ગોલણ ગામના રહેવાસી 28 વર્ષીય હાર્દિક ડાહ્યાભાઈ રાઠોડ તેમના ત્રણ મિત્રો સાથે તાપી અને ડાંગ જિલ્લાની બોર્ડર પર આવેલા કાલીબેલ ગામ નજીક ટ્રેકિંગ કરવા માટે ગયા હતા. ત્યાં ટ્રેકિંગ દરમિયાન જ હાર્દિકને અચાનક છાતીમાં દુઃખાવો ઉપડ્યો તો અને પછી તે બેભાન થઇ ગયો હતો.
મિત્રો દ્વારા હાર્દિકને તાત્કાલિક હોસ્પિટલ પણ લઇ જવામાં આવ્યો, પરંતુ ત્યાં હાજર તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. આમ પરિવારના યુવાન દીકરાના મોતથી માતમ છવાયો હતો, સમગ્ર ગોલણ ગામમાં પણ શોકનો માહોલ છવાઈ ગયો હતો. હાર્દિક રાઠોડ એન્જીનયર હતો. ફક્ત 28 વર્ષની નાની ઉંમરમાં યુવકના મોતના કારણે પરિવારજનો પણ આક્રંદ કરતા જોવા મળ્યા હતા.