ક્રિસ્ટલ છોડીને ચેનથી બનેલી સાડીમાં પણ રાધિકા લાગી બલાની ખૂબસુરત, લોકો ઝૂમ કરીને જોઇ રહ્યા છે ફોટો

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન પર દુનિયાભરના લોકોની નજર છે. લગ્ન પહેલા એમની તસવીરો સોશિયલ મીડિયા પર સતત વાયરલ થઈ રહી છે અને હવે સંગીત સેરેમની બાદ રાધિકાનો પાર્ટી લુક સામે આવ્યો છે. રાધિકા બલાની ખૂબસુરત લાગી રહી છે કે લોકો તેના ફોટો ઝૂમ કરીને જોઇ રહ્યા છે.

સંગીત સેરેમની બાદ રાધિકા મર્ચન્ટનો પાર્ટી લુક સામે આવ્યો છે અને આ માટે રાધિકા એ મનીષ મલ્હોત્રાના કલેક્શનમાંથી કસ્ટમાઇઝ્ડ સાડી પહેરી હતી. રાધિકાની આ સાડીમાં ચેઇનમેલ પેટર્ન હતી અને હાલ તેનો આ લુક વાયરલ થઈ રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Rhea Kapoor (@rheakapoor)

રાધિકાએ આ બ્લેક ચમકદાર ચેઇનમેલ પેટર્નની સાડી સાથે મેચિંગ ઓફ શોલ્ડર કોર્સેટ બ્લાઉઝ પહેર્યો હતો. આ સાડી મેટલ-ચેઈન એડિશન સાથે બનાવવામાં આવી હતી જેમાં દુલ્હનની સ્ટાઈલ બાકીના કરતા સાવ અલગ દેખાતી હતી.

રાધિકાએ લુક કમ્પ્લીટ કરવા માટે આ સાડી સાથે ડાયમંડ જ્વેલરી કેરી કરી હતી. રાધિકાએ પાંચ-લેયર્ડ ડાયમંડ ચોકર, સ્ટડ ઇયરિંગ્સ, રિંગ અને ડબલ બેન્ડ બ્રેસલેટ પહેર્યા હતા.

રાધિકાના લુકની વાત કરીએ તો, સ્મોકી આઈશેડો, સ્મજ્ડ કાજલ, મસ્કરા, બ્લશર, હાઈલાઈટર અને ન્યુડ લિપસ્ટિક સહિત મેકઅપ કરીને લુક કમ્પ્લીટ કર્યો હતો. સાથે મિડલ પાર્ટીશન કરીને તેના વાળમાં સોફ્ટ કર્લ્સ બનાવ્યા. જેના કારણે રાધિકા ઘણી સુંદર દેખાઈ રહી હતી.

 

View this post on Instagram

 

A post shared by Ambani Family (@ambani_update)

ઉલ્લેખનીય છે કે, સંગીત બાદ અનંત રાધિકાના લગ્નની અગામી વિધિ ગૃહ શાંતિ પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું. અંબાણી પરિવારની નાની વહૂ રાધિકા મર્ચન્ટના ગ્રહ શાંતિ પૂજાના ફોટો અને વીડિયો સામે આવ્યો છે. 7 જુલાઈએ શૈલા મર્ચન્ટ અને વીરેન મર્ચન્ટે પોતાની દિકરી રાધિકા માટે ઘરમાં ગ્રહ શાંતિની પૂજા કરી. આ ખાસ અવસર પર અનંત અંબાણીની દુલ્હનને સાઉથ ઈન્ડિયન સાડી પહેરી હતી. રાધિકા લાલ બિંદી, નાકમાં નથણી ખૂબ જ સુંદર દેખાઈ રહી હતી.

yc.naresh