અભિષેક બચ્ચન સાથે અનબનની ખબરો વચ્ચે ધ્રુસકેને ધ્રુસકે રડવા લાગી હતી એશ્વર્યા રાય, વીડિયો વાયરલ

બોલિવૂડ અભિનેત્રી ઐશ્વર્યા રાય તેની ફિલ્મોને લઈને નહીં પરંતુ પતિ અભિષેક બચ્ચન સાથેના છૂટાછેડાના સમાચારને લઈને છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં છે. તે જ્યાં પણ જાય છે, એકલી અથવા પુત્રી આરાધ્યા સાથે જાય છે. છેલ્લા એક વર્ષથી તે પતિ અભિષેક બચ્ચન સાથે કોઈ ઈવેન્ટમાં જોવા મળી નથી. આવી સ્થિતિમાં ઘણી એવી ઘટનાઓ બની કે એવી અફવાઓ ફેલાવા લાગી કે અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય છૂટાછેડા લઈ શકે છે.

હવે તેમના સંબંધોમાં તિરાડના અહેવાલો વચ્ચે ઐશ્વર્યાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં તે ખૂબ રડતી જોવા મળી રહી છે. તે કેમેરા સામે બૂમો પાડતી જોવા મળે છે. આ જોઈને ચાહકોને આશ્ચર્ય થાય છે કે આટલી શાંત રહેનારી ઐશ્વર્યા રાય આ કેવું વર્તન કરી રહી છે. ઐશ્વર્યા અને અભિષેકના છૂટાછેડાની અફવા આવી ત્યાં સુધીમાં તેનો ગુસ્સો જોઈને ફેન્સ પણ ડરી ગયા હતા. એવું કહેવાઇ રહ્યુ છે કે તે તેની પુત્રી સાથે તેના સાસરિયાથી અલગ રહે છે. તે ઘણીવાર માત્ર તેની પુત્રી સાથે જ સમય પસાર કરતી જોવા મળે છે.

ત્યારે આ વચ્ચે તેનો એક વીડિયો જે વાયરલ થઈ રહ્યો છે તે સામે આવ્યો છે. જો કે આ વીડિયો ઘણો જૂનો છે. આ તે સમયની વાત છે જ્યારે તે તેની પુત્રી આરાધ્યા બચ્ચન સાથે વર્ષ 2017માં એક ઈવેન્ટમાં પહોંચી હતી. જ્યાં ઐશ્વર્યા અને આરાધ્યા સિવાય ઘણા પેરેન્ટ્સ પોતાના બાળકો સાથે પહોંચ્યા હતા.

આ પ્રસંગે પેપરાજી પણ પોતાના કેમેરા સાથે ત્યાં પહોંચ્યા હતા, મીડિયાની ભીડ અને ઘોંઘાટ સાંભળીને ત્યાં હાજર બાળકો રડવા લાગ્યા, ત્યારબાદ આરાધ્યાને ડરી ગયેલી જોઈને ઐશ્વર્યાનો ગુસ્સો આવી ગયો અને તેણે પેપરાજી પર બૂમો પાડવાનું શરૂ કર્યું. તેણે કહ્યું, “તમારે શાંતિ જાળવવી જોઈએ, અહીં નાના બાળકો છે.” આટલું કહીને તેની આંખમાંથી પણ આંસુ આવી ગયા. તે ખૂબ જ લાગણીશીલ બની ગઇ હતી. આ જોઈને ત્યાં હાજર લોકો પણ ડરી ગયા.

જણાવી દઈએ કે, ઐશ્વર્યા તેની પુત્રી આરાધ્યાને ખૂબ જ પ્રેમ કરે છે. તે આરાધ્યા સાથે પડછાયાની જેમ રહે છે. ત્યાં આરાધ્યા પણ તેની માતા વિના એક મિનિટ પણ નથી રહી શકતી. આ વીડિયો હવે વાયરલ થતા લોકો તેને એશ્વર્યા અને અભિષેકના છૂટાછેડા સાથે જોડી રહ્યા છે.

Shah Jina