બોલિવૂડ અભિનેત્રી જાહ્નવી કપૂરે ઓછા સમયમાં પોતાની અલગ ઓળખ બનાવી લીધી છે. અભિનેત્રી પોતાની સ્ટાઈલથી સુંદરતા ફેલાવે છે. જાહ્નવી તેના બોલ્ડ અને ગ્લેમરસ લુકને કારણે અવારનવાર ચર્ચામાં રહે છે. અભિનેત્રી તાજેતરમાં જ ઓરેન્જ બોડીકોન ડ્રેસમાં જોવા મળી હતી.
જાહ્નવીએ તેના ઈન્સ્ટાગ્રામ પર આ લુકની તસવીરો પણ શેર કરી છે. એક્ટ્રેસ શાનદાર પોઝ આપતી જોવા મળી રહી છે, એક્ટ્રેસની આ તસવીરો સોશિયલ મીડિયા પર આવતા જ વાયરલ થઈ ગઇ હતી. તસવીરોમાં જાહ્નવી ડીપ નેક ડ્રેસમાં પોઝ આપી રહી છે.
જાહ્નવીના આ સુંદર ફોટાઓ પર મહિપ કપૂર સહિત ઘણી સેલિબ્રિટીઓએ પણ કોમેન્ટ કરી છે, ફરી એકવાર જાહ્નવીએ ગ્લેમરસ સ્ટાઈલમાં ફોટો શેર કરીને સોશિયલ મીડિયા પર તાપમાન વધારી દીધું છે.
આ લુક સાથે જાહ્નવીએ પોનીટેલ હેરસ્ટાઈલ કરી હતી. આ તસવીરો પર ચાહકોએ પણ ઘણો પ્રેમ વરસાવ્યો છે. ફેન્સે આ ફોટો પર કમેન્ટ કરીને જાહ્નવીની સુંદરતાના વખાણ કર્યા છે. જણાવી દઈએ કે જાહ્નવી કપૂર સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. ઈન્સ્ટાગ્રામ પર જાહ્નવીના 18.6 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે.
જાહ્નવી તેના ફેન્સ સાથે સતત ફોટા શેર કરતી રહે છે. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો જાહ્નવી છેલ્લે રાજકુમાર રાવ સાથે રોમાન્સ કરતી જોવા મળી હતી, બંને મિસ્ટર એન્ડ મિસિસ માહીમાં સાથે જોવા મળ્યા હતા.