કેટરીનાના હાથમાં કાળો પેચ જોઇ ચાહકોને થઇ ચિંતા, પૂછ્યુ- તબિયત તો ઠીક છે ને ?
બોલિવૂડ એક્ટ્રેસ કેટરિના કૈફ તાજેતરમાં જ મુંબઈના કાલીના એરપોર્ટ પર જોવા મળી હતી, જ્યાં તેણે તેના અદભૂત અને પરંપરાગત લુકથી બધાનું ધ્યાન ખેંચ્યું હતું.એક્ટ્રેસ એક નવરાત્રિ ઇવેન્ટમાં સામેલ થઇ હતી, નવરાત્રિના આ ખાસ અવસર પર કેટરિનાએ ફેશન ડિઝાઈનર તરુણ તાહિલિયાની દ્વારા ડિઝાઈન કરેલી સુંદર સિક્વીનવાળી ઓરેન્જ સાડી પહેરી હતી.
જો કે, તેના સુંદર દેખાવની સાથે, તેના ચાહકોનું ધ્યાન આકર્ષિત કરતી બીજી વસ્તુ એ હતી કે તેના હાથ પર કાળો પેચ હતો, જે પછી આ બ્લેક પેચ વિશે ચાહકો વચ્ચે ચર્ચાઓ શરૂ થઈ. ઘણા લોકો વિચારી રહ્યા હતા કે આ બ્લેક પેચ શું છે અને તેનો અર્થ શું હોઈ શકે. તો જણાવી દઇએ કે કેટરીનાના હાથ પરનો આ કાળો પેચ કોઈ સામાન્ય પેચ નથી, પરંતુ તે ડાયાબિટીસનો પેચ છે, જેને બ્લડ સુગર મોનિટર પેચ પણ કહેવામાં આવે છે.
આ પેચનો ઉપયોગ એવા લોકો દ્વારા કરવામાં આવે છે જેમને ડાયાબિટીસ છે અને તેમને નિયમિતપણે તેમના સુગર સ્તરનું નિરીક્ષણ કરવાની જરૂર છે. આ ઉપકરણ સમગ્ર દિવસ દરમિયાન શરીરના બ્લડ સુગર લેવલને ટ્રેક કરે છે અને તેના પરિણામો સ્માર્ટફોન અથવા અન્ય કોઈપણ ઉપકરણ પર મોકલે છે.
આ પેચ સાથે એક એડહેસિવ (ચિપકવા વાળો પદાર્થ) હોય છે, જે ત્વચા પર ચોંટી જાય છે અને ટ્રાન્સમીટર તેની સાથે જોડાય છે અને ડેટા મોકલે છે. જ્યારે પેચને બદલવાની જરૂર હોય, ત્યારે તેને બૈંડ-એડની જેમ દૂર કરી શકાય છે અને તેને નવા પેચ સાથે બદલી શકાય છે.ડાયાબિટીઝ પેચ એ લોકો માટે ખૂબ મદદગાર હોય છે જે ટાઇપ-1 ડાયાબિટીઝ કે એડવાન્સ ટાઇપ-2 ડાયાબિટીઝથી ઝઝૂમી રહ્યા હોય છે.
તેમને તેમના બ્લડ સુગર લેવલ પર સતત નજર રાખવા અને કંટ્રોલ કરવા માટે ઇંસુલિન શોટ્સ લેવાની જરૂરત હોય છે. ડાયાબિટીઝ પેચની મદદથી તેમને તેમના શુગર લેવલની જાણકારી સતત મળતી રહે છે, જેનાથી તેમની સારવાર વધારે કારગર થઇ શકે છે. કેટરીનાએ તેના સાડી લુકથી જ્યાં ખૂબ લાઇમલાઇટ લૂંટી ત્યાં તેના હાથ પર લાગેલ ડાયાબિટીઝ પેચ ચર્ચાનો વિષય બની ગયુ.જો કે એક્ટ્રેસને ડાયાબિટીઝ થયો છે કે નહિ તેની હાલ કોઇ જાણકારી નથી.
View this post on Instagram