આ છે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ની નવી સોનુ, પલક સિંધવાની બાદ આ બ્રાઉન આંખોવાળી મહોતરમાની ટપ્પુ સેનામાં એન્ટ્રી

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં સોનુની ભૂમિકા ભજવનાર અભિનેત્રી પલક સિંધવાનીએ થોડા દિવસો પહેલા જ શો છોડી દીધો, ત્યારે હવે પલકની જગ્યા ખુશી માલીએ લીધી છે. પલક છેલ્લા 5 વર્ષથી સોનુ ભીડેની ભૂમિકા ભજવી રહી હતી અને હવે તેની જગ્યાએ ખુશી જોવા મળશે, જે છેલ્લે ‘સેહજ સિંદૂર’માં જોવા મળી હતી. ખુશી શોમાં સોનુનું પાત્ર ભજવવા માટે તૈયાર છે.

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના નિર્માતા અસિત કુમાર મોદીએ જણાવ્યું હતું કે, ‘સોનુ ટપ્પુ સેનાનો એક આવશ્યક ભાગ છે અને તેની હાજરી હંમેશા શો માટે સારી રહી છે.’ આસિત મોદીએ ખુશી માલી વિશે કહ્યું, ‘ખુશીને કાસ્ટ કરવી એ યોગ્ય નિર્ણય હતો અને અમે માનીએ છીએ કે તે આ ગુણોને સંપૂર્ણ રીતે કેપ્ચર કરી રહી છે.

અમે ખુશીનું સ્વાગત કરવા માટે ઉત્સાહિત છીએ અને તેને સંપૂર્ણ સમર્થન આપીશું કારણ કે તે આ ભૂમિકા ભજવવામાં ખૂબ જ રસ ધરાવે છે. અમે આશા રાખીએ છીએ કે અમારા દર્શકો તેમને એટલો જ પ્રેમ આપશે જે તેમણે છેલ્લા 16 વર્ષથી શો અને તેના પાત્રોને આપ્યો છે. ખુશી એક મોડલ છે અને પછી તે અભિનેત્રી બની ગઈ.

ખુશીએ કહ્યું, ‘સોનુની ભૂમિકા ભજવવી રસપ્રદ રહેશે કારણ કે તેનામાં ઘણા ગુણો છે. આ ઉપરાંત તારક મહેતાનો ભાગ બનવું એ મારા માટે આશીર્વાદ અને ખાસ તક છે. હું મારી ભૂમિકા દ્વારા જનતા સાથે જોડાવા આતુર છું. પલકની વાત કરીએ તો તે મેકર્સ સાથે કાયદાકીય લડાઈમાં ફસાઈ ગઈ છે. તેને કરારના ભંગ બદલ નોટિસ જારી કરવામાં આવી છે,

જ્યારે અભિનેત્રીએ નિર્માતાઓ પર આરોપ મૂક્યો છે કે શોમાંથી બહાર નીકળ્યા પછી પણ તેમણે માર્ગમાં ઘણા અવરોધો ઉભા કર્યા. પલકે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના મેકર્સ પર માનસિક ઉત્પીડનનો આરોપ લગાવ્યો છે. તેણે દાવો કર્યો હતો કે પ્રોડક્શન ટીમ તેને 30 મિનિટના શોટ માટે સેટ પર 12-12 કલાક રાહ જોવડાવતી હતી.

આટલું જ નહીં, પલકએ નિર્માતાઓ પર તેના લેણાંની ચૂકવણી ન કરવાનો આરોપ પણ લગાવ્યો છે, જે લગભગ 21 લાખ રૂપિયા છે. મેકર્સે કોન્ટ્રાક્ટનું ઉલ્લંઘન કરવા બદલ પલકના નામે લીગલ નોટિસ જારી કરી છે.

 

View this post on Instagram

 

A post shared by khushimali | model (@khushimali_14)

Shah Jina