શું શુભમન ગિલ આ એક્ટ્રેસને કરી રહ્યો છે ડેટ ? તસવીર વાયરલ થતા ફરી એકવાર પર્સનલ લાઇફ ચર્ચામાં…

ભારતીય ટીમનો સ્ટાર ખેલાડી શુભમન ગિલ અવારનવાર ચર્ચામાં રહે છે. આજ સુધી ગિલના સંબંધો વિશે કોઈ જાણી શક્યું નથી પરંતુ તેનું નામ ઘણી અભિનેત્રીઓ સાથે જોડાઈ ચૂક્યું છે. ODI વર્લ્ડ કપ 2023 દરમિયાન ગિલનું નામ સચિન તેંડુલકરની દીકરી સારા તેંડુલકર સાથે જોડાયું હતું. જોકે, હવે ગિલનું નામ અન્ય અભિનેત્રી સાથે જોડવામાં આવી રહ્યું છે.

આ એક્ટ્રેસે હાલમાં જ ગીલને તેના જન્મદિવસ પર શુભેચ્છા પાઠવી હતી. 8મી સપ્ટેમ્બરે શુભમન ગીલે પોતાનો 25મો જન્મદિવસ ઉજવ્યો. તેના 25માં જન્મદિવસની પાર્ટી સાથે સંબંધિત એક વીડિયો સોશિયલ મીડિયા પર પણ વાયરલ થયો, જેમાં તે પ્રખ્યાત પંજાબી સંગીતકાર કરણ ઔજલા સાથે ગીત ગાતો જોવા મળી રહ્યો છે. પોતાના બર્થ ડે પર ગિલે મિત્રો સાથે ખૂબ જ મસ્તી કરી હતી.

તેની પાર્ટીમાં ઈશાન કિશન પણ હંમશની જેમ મોજ મસ્તીના મૂડમાં જોવા મળ્યો હતો. જો કે બર્થ ડે પર એક 22 વર્ષિય અભિનેત્રીએ શુભમનને ઇન્સ્ટાગ્રામ પર શુભેચ્છા પાઠવી અને પછી બંનેની ડેટિંગની ખબરોએ સોશિયલ મીડિયા પર જોર પકડ્યુ. 8 સપ્ટેમ્બરે શુભમન ગિલના જન્મદિવસ પર અવનીત કૌરે ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક તસવીર શેર કરી. જેમાં ગિલ અને કૌર બંને એકસાથે જોવા મળ્યા.

અવનીતે આ તસવીરના કેપ્શનમાં લખ્યું હતું કે, “હેપ્પી બર્થડે, શુભમન. તમે આ રીતે લોકોને પ્રેરણા આપતા રહો, મને તમારા પર ગર્વ છે.ત્યારે હવે એવી અટકળો ચાલી રહી છે કે શું શુભમન ગિલ અને અવનીત કૌર રિલેશનશિપમાં છે ? આ પહેલા વર્ષ 2023માં બંને લંડનમાં સાથે ફરતા જોવા મળ્યા હતા. આ તસવીરો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી.

જણાવી દઇએ કે, તાજેતરમાં જ એક જાહેરાત દરમિયાન શુભમન ગિલે બોલિવૂડ અભિનેત્રી અનન્યા પાંડે સાથે ફોટોશૂટ કરાવ્યું હતું. સોશિયલ મીડિયા પર આ બંનેની તસવીરો સામે આવ્યા બાદ યુઝર્સને ફરી એકવાર ગિલનું નામ અનન્યા પાંડે સાથે જોડવાનો મોકો મળ્યો. જો કે હજુ સુધી ગિલ તરફથી તેના સંબંધો અંગે કોઈ નિવેદન સામે આવ્યું નથી.

Shah Jina