દુલ્હનને ઉઠાવતા જ દુલ્હા સાથે થઇ ગઇ શર્મનાક ઘટના, 80 લાખ કરતા પણ વધુ લોકોએ જોયો વીડિયો

સોશિયલ મીડિયા પર લગ્ન સંબંધિત વિડીયો અવારનવાર વાયરલ થતા હોય છે. કેટલાક વીડિયોમાં વરરાજાની નજર દુલ્હનની મિત્ર અથવા લગ્નમાં હાજરી આપતી કોઈ સુંદર છોકરી પર ટકેલી હોય છે, તો કેટલીકવાર લગ્નમાં થતા કોઇ ફની એક્ટના વીડિયો પણ વારંવાર વાયરલ થાય છે. લગ્નમાં વર-કન્યાની ડાન્સ વિડિયો ક્લિપ્સ સોશિયલ મીડિયા પર કરોડો વ્યૂઝ મેળવે છે. આ સાથે લગ્ન દરમિયાન બનતી વિચિત્ર ઘટનાઓના વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થતા રહે છે.

ત્યારે હાલમાં એક વીડિયો સામે આવ્યો, જે @yasminsbridal નામના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે. વીડિયોમાં વર-કન્યા બંને સ્ટેજ પર ઉભા છે. લગ્નના તમામ મહેમાનોની સામે વરરાજાની પેન્ટ પાછળથી ફાટી જાય છે. તે શરમથી દુલ્હનની મદદથી તરત જ અંદરથી ભાગી જાય છે. અપલોડ થયાના એક જ દિવસમાં આ વીડિયોને 85 લાખથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે. વીડિયોમાં જોવા મળે છે કે દુલ્હન એ ભવ્ય સફેદ ગાઉન પહેર્યું છે અને તે બાર્બી ડોલ જેવી લાગે છે.

સ્ટેજ પર વરરાજા બધાની સામે દુલ્હનને ઉઠાવે છે પણ આ દરમિયાન પેન્ટ ટાઇટ હોવાને કારણે વરરાજા કન્યાને ઉપાડવા ઘૂંટણ નમાવતા જ પેન્ટ પાછળથી ફાટી જાય છે. પેન્ટ નીચે સરકતું જોઈને વરરાજા કન્યાને નીચે ખેંચવાનો પ્રયાસ કરે છે. ત્યારે તેને ખબર પડે છે કે બટન ખુલ્યું નથી, પણ પેન્ટ ફાટી ગયું છે. આ જોઈને વરરાજા હસતાં-હસતાં સ્ટેજની પાછળ જાય છે. દુલ્હન આ સમયે કંઇ સમજી નથી શકતી પાછળથી તેને પતિના પેન્ટ ફાટ્યાનો અહેસાસ થાય છે.

Shah Jina