તબલા માલિશ ! કાકાની ચંપી કરવાની રીત સોશિયલ મીડિયા પર થઇ વાયરલ, વીડિયો જોઇ પબ્લિકનું માથુ હલી ગયુ…
આપણા દેશમાં ટેલેન્ટની કોઈ કમી નથી. કમી છે તો બસ સમય પર એક્સપોઝર મળવાની. આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં એક કાકા એક યુવકના માથામાં માલિશ કરતા જોવા મળી રહ્યા છે. જો કે,માથા પર કરવામાં આવી રહેલી આ ચમ્પી એકદમ ફની છે.
તે પોતાના હાથ વડે એટલું પ્રેશર લગાવી રહ્યા છે કે મસાજ કર્યા પછી યુવક હળવાશ અનુભવવા લાગે છે અને તેને તે ગમે પણ છે. તેમની ચમ્પી કરવાની શૈલી તબલા વાદક કરતા ઓછી નથી. ક્યારેક તે માથામાં માલિશ કરે છે તો ક્યારેક કાન પાસે પણ.
આ વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, જેને ઈન્સ્ટાગ્રામ પર swiftenthub નામના હેન્ડલથી શેર કરવામાં આવ્યો છે. વીડિયોમાં ઘણા યુઝર્સ મસાજ કરનાર વ્યક્તિની તુલના તબલા વગાડતા વ્યક્તિ સાથે કરી રહ્યા છે. આ વીડિયોને 19 મિલિયન જેટલા વ્યૂઝ મળી ચૂક્યા છે. આ સાથે વીડિયો પર 5 લાખથી વધુ લાઈક્સ પણ આવી છે.
View this post on Instagram