...
   

ક્યારેક વિરાટ કોહલીને કર્યુ હતુ ખુલ્લેઆમ પ્રપોઝ… હવે લેસ્બિયન પાર્ટનર સાથે આ ક્રિકેટરે કર્યા લગ્ન- જુઓ તસવીરો

કોહલીને પ્રપોઝ કર્યા બાદ અર્જુન તેંડુલકરને બનાવ્યો મિત્ર- હવે ક્રિકેટરે કર્યા લેસ્બિયન પાર્ટનર સાથે લગ્ન- જુઓ તસવીરો

જો તમે ક્રિકેટ ફેન છો તો તમે ઈંગ્લેન્ડની મહિલા ક્રિકેટર ડેનિયલ વેટનું નામ તો સાંભળ્યું જ હશે. લગભગ 7 વર્ષ પહેલા 2014માં ડેનિયલ વેટ અચાનક લાઈમલાઈટમાં આવી ગઈ હતી જ્યારે તેણે ભારતના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીને અડધી રાત્રે સોશિયલ મીડિયા પર લગ્ન માટે પ્રપોઝ કર્યુ હતુ. બાદમાં ઈન્ટરવ્યુમાં તેણે એમ પણ કહ્યું કે આ માત્ર મજાક હતી.

આ પછી વર્ષ 2017માં જ્યારે વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા લગ્નના બંધનમાં બંધાયા ત્યારે ડેનિયલ વેટે ટ્વિટ કરીને બંનેને શુભેચ્છા પણ પાઠવી હતી. ડેનિયલ વેટ વિરાટ કોહલીની મોટી ફેન છે. આ સિવાય તે ગ્રેટ સચિન તેંડુલકરના પુત્ર અર્જુન તેંડુલકરની નજીકની મિત્ર પણ છે. જો કે, ફરી એકવાર ડેનિયલ વેટ હેડલાઈન્સમાં છે જેનું કારણ તેના લગ્ન છે.

ડેનિયલ વેટે લંડનમાં caabase ફૂટબોલ ક્લબની હેડ જોર્જ હોજ સાથેના લગ્ન કર્યા છે, આ લગ્નની તેણે તસવીરો પણ શેર કરી છે. આ તસવીરો શેર કરતા તેણે કેપ્શનમાં લખ્યું- મિસ્ટર એન્ડ મિસિસ. આ સિવાય તેણે લગ્નની તારીખ 22.08.2024 પણ જણાવી. જણાવી દઇએ કે, આ કપલે 2023માં પોતાના પ્રેમનો ઇઝહાર કર્યો હતો.

બંનેએ ગયા વર્ષે સગાઈ પણ કરી હતી. જો કે, ડેનિયલ વેટ અને જોર્જ હોજની લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર સામે આવતા વાયરલ થઈ રહી છે. ઘણા સોશિયલ મીડિયા યુઝર્સે બંનેને જીવનની નવી ઇનિંગ શરૂ કરવા બદલ અભિનંદન પાઠવ્યા છે.

ઉલ્લેખનીય છે કે ઈંગ્લેન્ડની મહિલા ક્રિકેટર ડેનિયલ વેટ એક વિકેટકીપર બેટ્સમેન છે.ડેનિયલ વેટ તેની વિસ્ફોટક બેટિંગ માટે પ્રખ્યાત છે. આ વિકેટકીપર બેટ્સમેનના નામે ઘણા મોટા રેકોર્ડ છે. આ સિવાય ડેનિયલ વેટ સતત ફ્રેન્ચાઈઝી ક્રિકેટ રમે છે.

ઈંગ્લેન્ડની સ્ટાર મહિલા ક્રિકેટર ડેનિયલ વેટે ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમ માટે 112 ODI મેચોમાં 1907 રન બનાવ્યા છે. આ સિવાય 160 T20 આંતરરાષ્ટ્રીય મેચમાં તેના નામે 2828 રન છે. તેણે બે ટેસ્ટ મેચ પણ રમી છે. તેણે ત્રણેય ફોર્મેટમાં કુલ ચાર સદી ફટકારી છે.

Shah Jina