...
   

જ્યારે બારીમાંથી નીકળી પ્લેનનો કાચ સાફ કરવા લાગ્યો પાયલટ, સામે આવ્યો વીડિયો

સોશિયલ મીડિયા પર ઘણા એવા વીડિયો વાયરલ થાય છે જે પાકિસ્તાનની સ્થિતિને ઉજાગર કરે છે. ક્યારેક ત્યાંના લોકો અજીબોગરીબ કામ કરે છે, તો ક્યારેક મોલમાં ખુલ્લેઆમ લૂંટ કરતા જોવા મળે છે, જે આખી દુનિયામાં પાકિસ્તાનની છબી ખરાબ કરે છે. ત્યારે હાલમાં વધુ એક વીડિયો સામે આવ્યો છે જે પાકિસ્તાનની એરલાઇનની હાલતને વ્યક્ત કરી રહ્યો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સની હાલત કેટલી ખરાબ થઈ ગઈ છે, જ્યાં પાયલોટને તેની કોકપિટની સીટમાંથી બહાર આવવું પડ્યું અને કાચ સાફ કરવો પડ્યો.

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે આ વીડિયો પાકિસ્તાન ઈન્ટરનેશનલ એરલાઈન્સ (PIA)નો છે. વીડિયોમાં આકાશમાં ઘનઘોર વાદળો અને વરસાદ દેખાઈ રહ્યો છે, જેના કારણે પ્લેનની આગળનો કાચ ઝાંખો થઈ ગયો છે. કહેવામાં આવી રહ્યું છે કે ટેકઓફ પહેલા પાઈલટ પોતાની સીટમાંથી બહાર આવ્યો અને બારીનો કાચ સાફ કરી રહ્યો હતો.

વીડિયો વાયરલ થતાની સાથે જ લોકોએ પાકિસ્તાનની ટીકા કરવાનું શરૂ કરી દીધું અને સોશિયલ મીડિયા પર ભારતીયોની સાથે પાકિસ્તાનીઓએ પણ ફની કમેન્ટ્સ કરી. કેટલાક લોકોનું કહેવું છે કે પાકિસ્તાનની એરલાઈન્સ નફો નથી કરી રહી, તેથી પાયલટોને ડબલ ડ્યુટી કરવી પડે છે. ત્યાં કેટલાકનું કહેવું છે કે કદાચ પાકિસ્તાનમાં પાયલટ ટ્રેનિંગ દરમિયાન પ્લેનની સફાઈ પણ શીખવવામાં આવે છે.

Shah Jina